Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાનને પણ નહોતી ખબર, કિસ્મત બદલી દેશે એક ઈદ

સલમાન ખાનને પણ નહોતી ખબર, કિસ્મત બદલી દેશે એક ઈદ

30 May, 2019 03:47 PM IST | મુંબઈ

સલમાન ખાનને પણ નહોતી ખબર, કિસ્મત બદલી દેશે એક ઈદ

સલમાન ખાન

સલમાન ખાન


EID ઈદનો મતલબ સલમાન ખાન (Salman Khan) અને સલમાન ખાન એટલે બૉક્સ ઑફિસ પર ઈદ, ટ્યૂબલાઈટ અને રેસ 3ને છોડી દઈએ તો સલમાન ખાનનો ટ્રેક રેકોર્ડ જબદરસ્ત રહ્યો છે. છેલ્લા બે ઈદ પર દર્શકોએ ભલે જ સલમાનને ઈદી નહીં આપી હોય, પણ ઈદ પર ભાઈજનાની ફિલ્મ આવી રહી છે તો સિનેપ્રમીઓની સાથે ટ્રેડને પણ ઉત્સુક્તા રહી છે. સલ્લુની ભારત (Bharat) ફિલ્મ 5 જૂને રિલીઝ થવા જઈ રહી છે.

આ પણ વાંચો : 'છપાક'ના સેટ પર પહેલા જ દિવસે ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી દીપિકા, વચ્ચે જ રોકવું પડ્યું હતું શૂટિંગ



'ભારત'ની રિલીઝ પહેલા તમને જણાવીએ ઈદના તહેવારથી સલમાનની ફિલ્મ અને બૉક્સ ઑફિસનો સંબંધ કેવી રીતે જોડાયો? એટલા માટે તમને 10 વર્ષ પાછળ 2009માં લઈ જઈએ. આ એ વર્ષ છે, જ્યારે સલમાનના કરિયરમાં ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને તે બૉલીવુડના મોસ્ટ વોન્ટેડ ખાન તરીકે જાણીતા હતા. તમે એ જાણીને હેરાન થશો કે ઈદ પર સલમાનની ફિલ્મોને રિલીઝ કરવી એ કોઈ ચાલ તો નથી, પરંતુ આ એક સંયોગ હતો, જેની શરૂઆત 2009માં આવેલી સુપરહિટ ફિલ્મ વાન્ટેડ (Wanted)થી થઈ હતી. ત્યા સુધી સલમાનને પણ નહોતી ખબર કે ઈદનો તહેવાર એમના કરિયર માટે એટલો મહત્વનો રહેશે.


Salman_02

ઈદ પર Wantedની રિલીઝ માત્ર એક સંયોગ


વોન્ટેડ ઈદ પર રિલીઝ માટે સ્લેટેડ નહીં હતી. પ્રોડક્શનમાં વિલંબના કારણે 'વોન્ટેડ'ને ઈદના અવસર પર રિલીઝ કરવામાં આવી હતી. 2009માં ઈદનો તહેવાર 20 સપ્ટેમ્બરમાં ઉજવવામાં આવ્યો હતો, જ્યારે વોન્ટેડ 18 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મે 60 કરોડ જમા કર્યા હતા અને એ દરમિયાન જબરદસ્ત હિટ રહી હતી. બોની કપૂરે વોન્ટેડને પ્રોડ્યૂસ કરી હતી.

2010માં સલમાન ખાનની 'દબંગ' રિલીઝ થઈ હતી. સલમાનને ફિલ્મમાં ચુલબુલ પાન્ડેનો પાત્ર ભજવ્યો હતો.

2011ની ઈદ પર સલમાન ખાનની 'બૉડીગાર્ડ' રિલીઝ થઈ. આ ફિલ્મને સાઉથ સિનેમામના સિદ્દીકે ડિરેક્ટ કરી હતી. કરીના કપૂર ફિલ્મની લીડિંગ લેડી હતી. ફિલ્મે 149 કરોડ રૂપિયા
બોક્સ ઑફિસ પર જમા કર્યા હતા.

2012માં ઈદમાં સલમાનની પહેલી વાર 'એક થા ટાઈગર' રિલીઝ થઈ હતી. કબીર ખાન ડિરેક્ટર હતા અને કેટરિના લીડિંગ લેડી હતી. આ ફિલ્મે સલમાનને 199 કરોડ રૂપિયાની ઈદી આપી હતી.

2014માં સાજિદ નાડિયાદવાલાની 'કિક' રિલીઝ થઈ અને 232 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું.

2015માં સલમાન ખાનની બજરંગી ભાઈજાન આવી. આ ફિલ્મને કબીર ખાને ડિરેક્ટ કરી હતી અને 321 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

2016માં સલમાન અને અનુષ્કા શર્માની 'સુલતાન' રિલીઝ થઈ. અલી અબ્બાસ ઝાફર ડિરેક્ટ ફિલ્મમાં સલમાન પહેલવાન બન્યા. ફિલ્મે 300 કરોડથી વધારે કલેક્શન કર્યું.

salman_03

2017માં ઈદમાં 23 જૂને સલમાન ખાનની ફિલ્મ ટ્યુબલાઈટ રિલીઝ થઈ હતી. ફિલ્મે 121 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

salman_04

2018માં 15 જૂન ઈદના દિવસે રેસ 3 રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે 169 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

30 May, 2019 03:47 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK