Batla House Box Office Collection:10 દિવસમાં કરી આટલા કરોડની કમાણી

મુંબઈ | Aug 25, 2019, 12:41 IST

જૉન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસ બોક્સ ઓફિસ પર ધીરે ધીરે શાનદાર પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને ભગવાન કૃષ્ણના જન્મદિવસે ફિલ્મે દમદાર પ્રદર્શન કર્યું છે.

Batla House Box Office Collection:10 દિવસમાં કરી આટલા કરોડની કમાણી
બાટલા હાઉસનું પોસ્ટર

જૉન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસ બોક્સ ઓફિસ પર ધીરે ધીરે શાનદાર પ્રદર્શન કરી રહી છે. ખાસ કરીને ભગવાન કૃષ્ણના જન્મદિવસે ફિલ્મે દમદાર પ્રદર્શન કર્યું છે. બોક્સ ઓફિસ ઈન્ડિયાની વેબસાઈટ પ્રમાણે બાટલા હાઉસ ગત શનિવારે 5.50 કરોડથી 6 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. જે પાછલા ત્રણ દિવસની કમાણી કરતા વધુ છે. આ આંકડા સાથે બાટલા હાઉસ અત્યાર સુધી કુલ 75 કરોડ રૂપિયાનું કલેક્શન કરી ચૂકી હોવાનો અંદાજ છે.

બોલીવુડના એક્ટર જૉન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસ સ્ક્રીન પ્લે, સિનેમેટોગ્રાફી, સ્ક્રીપ્ટ અને કલાકારોના રોલ દરેક મામલે વખાણ મેળવી રહી છે. ફિલ્મને ક્રિટીક્સની સાથે સાથે દર્શકોનો પણ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. 15 ઓગસ્ટે રિલીઝ થયેલી 'બાટલા હાઉસે' પહેલા દિવસે 15.55 કરોડ, બીજા દિવસે 8.84 કરોડ, ત્રીજા દિવસે 10.90 કરોડ, ચોથા દિવસે 12.70 કરોડ, પાંચમા દિવસે 5.05 કરોડ, છઠ્ઠા દિવસે 4.78 કરોડ, સાતમા દિવસે 3.75 કરોડ, આઠમા દિવસે 3.50 કરોડ, નવમા દિવસે 4.15 કરોડનું કલેક્શન કર્યું છે. આ સાથે જ ફિલ્મ હોલીવુડની એન્ગ્રી બર્ડ 2નું પણ હરિફાઈ આપી રહી છે.

આ પણ વાંચોઃ બાળપણમાં આવા લાગતા હતા આપણા બોલીવુડ સ્ટાર્સ 

ઉલ્લેખનીય છે કે જૉન અબ્રાહમ અને મૃણાલ ઠાકુરની ફિલ્મ બાટલા હાઉસ 19 સપ્ટેમ્બર 2008ના રોજ દિલ્હીમાં થયેલા બાટલા હાઉસ એન્કાઉન્ટર પર આધારિત છે. આ ફિલ્મમાં જૉન અબ્રાહમે ડીસીપી સંજીવ કુમારનો રોજ કર્યો હતો. જેના પર બોગસ એન્કાઉન્ટરનો આરોપ લાગ્યો હતો. આ પાત્રને જૉન અબ્રાહમે ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. સાથે જ મૃણાલ ઠાકુર પણ પોતાના રોલમાં પરફેક્ટ લાગી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK