Batla House Collection : ફિલ્મનો 11મો દિવસ ધમાકેદાર રહ્યો

Published: Aug 26, 2019, 16:03 IST

બોલીવુડ સ્ટાર જ્હોન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસ બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની મિશન મંગલને જોરદાર ટક્કર આપી રહી છે. તેવામાં રિલીઝના બીજા અઠવાડિયે પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે

બોલીવુડ સ્ટાર જ્હોન અબ્રાહમની ફિલ્મ બાટલા હાઉસ બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની મિશન મંગલને જોરદાર ટક્કર આપી રહી છે. તેવામાં રિલીઝના બીજા અઠવાડિયે પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. નિખિલ આડવાણીના ડિરેક્શનમાં બનેલી ફિલ્મને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી રહી છે. ફિલ્મમાં જ્હોન અબ્રાહમ સિવાય મૃણાલ ઠાકુર, નોરા ફતેહી અને રવિ કિશન પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી રહી છે. દિલ્હીની બાટલા હાઉસમાં થયેલા એન્કાઉન્ટર બનેલી ફિલ્મને લોકો દ્વારા ઘણી પસંદ કરવામાં આવી છે. ફિલ્મ સમીક્ષકોએ જ્હોન અબ્રાહમની ભૂમિકાના પણ વખાણ કરવામાં આવ્યા છે.

બોક્સ ઓફિસ ઈન્ડિયા અનુસાર જ્હોનની ફિલ્મ બાટલા હાઉસે પહેલા અઠવાડિયે 59.50 કરોડની કમાણી કરી હતી. જ્યારે બીજા અઠવાડિયે આ આંકડો 75.75 કરોડ સુધી પહોંચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી જ્હોન દેશભક્તિની ફિલ્મો કરતો વધારે જોવા મળ્યો છે. આ પહેલા તેણે પરમાણુ અને સત્યમેવ જયતે જેવી ફિલ્મોએ લોકોના દિલ જીત્યા હતા. 19 સપ્ટેમ્બર 2008ના જ્યારે દિલ્હીના બાટલા હાઇસમાં દિલ્હી પોલીસે એક એન્કાઉન્ટર કર્યુ ત્યાર બાદ દેશભરમાં દિલ્હી પોલીસ સામે અવાજ ઉઠાવવામાં આવી છે.

ફિલ્મમાં જ્હોન અબ્રાહમ 'સંજીવ કુમાર યાદવ' અને રવિ કિશન ' કે કે'ની ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. જે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીઓ છે. ફિલ્મમાં સંજીવ કુમાર યાદવની પત્નીની ભૂમિકા મૃણાલ ઠાકુરે નિભાવી છે. ફિલ્મ ક્રિટિક્સ અનુસાર ફિલ્મના તમામ કિરદારોએ તેમની ભૂમિકાને યોગ્ય ન્યાય આપ્યો જેના કારણે ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK