Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > બંદિશ બૅન્ડિટ્સની બીજી સીઝન પર કામ કરી રહ્યા છે મેકર્સ

બંદિશ બૅન્ડિટ્સની બીજી સીઝન પર કામ કરી રહ્યા છે મેકર્સ

16 September, 2020 09:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંદિશ બૅન્ડિટ્સની બીજી સીઝન પર કામ કરી રહ્યા છે મેકર્સ

બંદિશ બૅન્ડિટ્સ

બંદિશ બૅન્ડિટ્સ


મ્યુઝિકલ વેબ-સિરીઝ ‘બંદિશ બૅન્ડિટ્સ’ના મેકર્સ તેની સેકન્ડ સીઝન પર કામ કરી રહ્યા છે. આ શોમાં નસીરુદ્દીન શાહ, અતુલ કુલકર્ણી, શીબા ચઢ્ઢા, રાજેશ તેલંગ, કુણાલ રૉય કપૂર, રિત્વિક ભૌમિક અને શ્રેયા ચૌધરી જોવા મળ્યાં હતાં. શોના મેકર અમ્રિતપાલ સિંહ બિંદરાએ કહ્યું હતું કે ‘અમારા મનમાં બીજી સીઝનનો વિચાર ચાલી રહ્યો છે. જોકે અમે સારી સ્ક્રપ્ટ મળે એની રાહ જોઈ રહ્યા છીએ. અમારા શોને જે પ્રકારે લોકોએ પસંદ કર્યો છે એને જોતાં અમે એની નવી સીઝન લાવવા વિશે વિચારી રહ્યા છીએ. જોકે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી કરી રહ્યા. આ અમારા માટે સ્પેશ્યલ શો છે. અમારા શોને અનેક લોકોએ પસંદ કર્યો હતો એથી એની સાથે અમે કોઈ સમાધાન નથી કરવા માગતા. અમે લોકોને સારો શો આપવા માગીએ છીએ પછી એ પહેલી સીઝન કરતાં પણ વધુ સારો હોય અથવા તો એની સરખામણીએ આવે એવો હોઈ શકે. એથી અમે કોઈ ઉતાવળમાં નથી.’

બીજી તરફ મેકર આનંદ તિવારીએ કહ્યું હતું કે ‘પહેલી સીઝનમાં અમે કેટલીક વસ્તુઓ જણાવી નહોતી. એથી નવી સીઝનમાં કંઈક ઇન્ટરેસ્ટિંગ લાવવા માગીએ છીએ. જોકે વર્તમાનમાં તો અમે એના વિશે કંઈ નથી કહેવા માગતા. લોકોને આ નવી સીઝનમાં પણ રસ છે એ જાણીને ખુશી થઈ છે. એનો અર્થ એ કે અમારો શો સફળ છે. એનાથી શોના મેકર્સ હોવાથી અમને કામની સંતુષ્ટિ મળી છે.’


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2020 09:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK