Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ત્રણ કૅરૅક્ટર એકલા હાથે બાલવીર રિટર્ન્સના દેવનો નવો રેકૉર્ડ

ત્રણ કૅરૅક્ટર એકલા હાથે બાલવીર રિટર્ન્સના દેવનો નવો રેકૉર્ડ

25 March, 2020 06:56 PM IST | Rajkot
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ત્રણ કૅરૅક્ટર એકલા હાથે બાલવીર રિટર્ન્સના દેવનો નવો રેકૉર્ડ

દેવ જોષી

દેવ જોષી


સબ ટીવી પર આવતી ‘બાલવીર-રિટર્ન્સ’ વધુ એક નવો રેકૉર્ડ બનાવી ચૂક્યું છે. બાલવીર એટલે કે દેવ જોષી અત્યાર સુધી ડબલ રોલ કરતો હતો, પણ હવે તે ટ્રિપલ ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. સુપરહીરો બાલવીર, નમ્ર અને નિર્દોષ દેબુભૈયા અને ન્યાયનો નકાબ પહેરેલો પાલક નકાબપોશ ભજવી રહ્યો છે. દેવે કહ્યું, ‘ત્રણેત્રણ પાત્રો એકમેકથી જુદાં છે એટલે કરવાની વધારે મજા આવે છે. ઘણી વાર તો એવું બને કે આખા એપિસોડના બધા સીનમાં હું જ હોઉં. આની પણ એક મજા છે, ત્રણેય કૅરૅક્ટર માટે તૈયારી કરવામાં પૂરતો સમય જાય છે. અત્યારે કોરોના વેકેશન છે એટલે એ કૅરૅક્ટરની તૈયારી કરવાનો સમય મળી ગયો છે, હવે એ બધાં કૅરૅક્ટર પ્રોપર્લી ડેવલપ થઈ શકશે.’

‘બાલવીર-રિટર્ન્સ’નાં આ ત્રણ કૅરૅક્ટરના ગેટઅપ માટે દેવ જોષીને ચાર કલાકથી પણ વધારે સમય લાગે છે અને એ સિવાય તેની પાસે કોઈ ઑપ્શન પણ નથી.


Whatsapp-channel Whatsapp-channel

25 March, 2020 06:56 PM IST | Rajkot | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK