બાલિકા વધૂના નાનકડા જગિયાને મળી રિયલ લાઇફ આનંદી, આને કરે છે ડેટ

Published: Jul 27, 2019, 18:31 IST | મુંબઈ ડેસ્ક

ટીવી સીરિયલ બાલિકા વધૂના અભિનેતા અવિનાશ મુખર્જીને પોતાની લેડી લવ મળી ગઇ છે.

અવિનાશ લુથરા સાથે તેની ગર્લફ્રેન્ડ સલોની લુથરા
અવિનાશ લુથરા સાથે તેની ગર્લફ્રેન્ડ સલોની લુથરા

ટીવી અભિનેતા અવિનાશ મુખર્જીને પોતાની લેડી લવ મળી ગઈ છે. તે આને ડેટ કરી રહ્યો છે અને તેણે આ વાતનો સ્વીકાર એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

ટીવી સીરિયલ બાલિકા વધૂના અભિનેતા અવિનાશ મુખર્જીને પોતાની લેડી લવ મળી ગઇ છે. તે સલોની લૂથરાને ડેટ કરી રહ્યો છે. એક ઇન્ટરવ્યૂમાં અવિનાશે પોતાના રિલેશનને કન્ફર્મ કર્યું છે. જણાવીએ કે સલોની લૂથરા Miss Petite International Beauty Pageantમાં મિસ ટિયારા 2019ની કેટેગરીની રનરઅપ હતી.

એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીત દરમિયાન અવિનાશે કહ્યું કે, "મેં ઇન્સ્ટાગ્રામ પર તેને મેસેજ કર્યો કારણકે હું ઇચ્છતો હતો કે કોઈ મારી કંપની માટે લેખિત કોન્ટેન્ટ બનાવે. અમે એકબીજાને કૉલેજથી જ ઓળખતાં હતા અને હું જાણતો હતો કે તે સારું લખે છે."

 
 
 
View this post on Instagram

Happy Birthday @saloniluthra_97 ❤️

A post shared by Avinash Mukherjee (@avinashmukherjee_) onDec 6, 2018 at 10:55am PST

તો સલોનીએ જણાવ્યું કે, "મેં તેને કોન્ટેન્ટ રાઇટિંગ માટે કેટલાક બીજા નામ આપવાનો પ્રયત્ન કર્યો પણ તેમણે કહ્યું કે તે ફક્ત મને જ ચાહે છે. ટૂંક સમયમાં જ અમને અહેસાસ થયો કે અમે એક થવાના છીએ. જ્યારે મેં તેના ઘરે જઇને એટલા બધાં અવોર્ડ્સ જોયા, તો મને ખ્યાલ આવ્યો કે તે એક મોટું નામ છે. પણ આ બાબતે મને ક્યારેય કોઇ તકલીફ ન પડી કારણકે હું અવિનાશને પ્રેમ કરતી હતી જગિયાને નહીં."

વર્કફ્રન્ટની વાત કરીએ તો અવિનાશ છેલ્લે સોની ટીવીની સિરીયલ 'મનમેં હૈં વિશ્વાસ'માં જોવા મળ્યો હતો. આ સિવાય તે રોનિત રૉયના શો ઇતના કરો ના મુઝે પ્યારમાં દેખાયો. અવિનાશને કલર્સના શો બાલિકા વધૂથી ખાસ ઓળખ મળી હતી.

આ પણ વાંચો : મુંબઇમાં પડતાં વરસાદ દરમિયાન અર્જુન, રણબીર અને અભિષેક રમ્યા ફુટબૉલ, જુઓ તસવીરો

શોમાં તેણે નાનકડાં જગિયાનું પાત્ર ભજવ્યું હતું. તેનું પાત્ર ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. શોમાં તે અવિકા ગોરના સામેના રોલમાં હતા. અવિકાએ આનંદીનું પાત્ર ભજવ્યું હતું. હાલમાં અવિનાશે એક્ટિંગ જગતથી અંતર જાળવી રાખ્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK