નાના પડદાની પ્રખ્યાત સીરિયલ બાલિકા વધુથી ઘર-ઘરમાં ફૅમસ બનેલી અભિનેત્રી અવિકા ગોર હંમેશા પોતાની પર્સનલ લાઈફ માટે ચર્ચામાં રહે છે. ટીવી સીરિયલ સાથે તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. હવે અવિકા ગોર પોતાની બિકિની તસવીરને લઈને ચર્ચામાં છે. જે સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઈ રહી છે.
અવિકા ગોર સોશિયલ મીડિયા પર હંમેશા પોતાના ફૅન્સ માટે ખાસ તસવીરો અને વીડિયોઝ પોસ્ટ કરતી રહે છે. તેમણે તાજેતરમાં પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની બ્લૂ બિકિનીમાં તસવીરો શૅર કરી છે. આ તસવીરમાં અવિકા ગોર બ્લૂ બિકિનીમાં સ્વિમિંગ પૂલના સાઈડમાં સૂઈને પૉઝ આપતી નજર આવી રહી છે. આ તસવીર સાથે તેણે કેપ્શનમાં સનફ્લાવરની ઈમોજી શૅર કરી છે.
View this post on Instagram
અવિકા ગોરની આ તસવીર સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહી છે. અભિનેત્રીના ઘણા ફૅન્સ અને તમામ સોશિયલ મીડિયા સૂઝર્સ તેની તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે. સાથે જ કમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ફૅન્સ સિવાય અવિકા ગોરના મિત્રો અને ટીવી ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સે પણ એની તસવીરને ખૂબ પસંદ કરી છે પરંતુ એની તસવીર પર જેના કમેન્ટની સૌથી વધારે ચર્ચા થઈ રહી છે, તે છે અવિકાના બૉયફ્રેન્ડ મિલિંદ ચંદવાની.
મિલિંદ ચંદવાની રિયાલિટી શૉ રૉડિઝનો ભાગ રહી ચૂક્યો છે. તેણે અવિકા ગોરની બ્લૂ બિકિની તસવીર પર પ્રેમાળ કમેન્ટ કરી છે. મિલિંદ ચંદવાનીએ પોતાના કમેન્ટમાં લખ્યું છે - તમે સુંદર છે, મારો પ્રેમ. મને તારા પર ગર્વ છે. અવિકા ગોરની તસવીરમાં કરેલી મિલિંદ ચંદવાનીની આ કમેન્ટ પણ ઘણી વાઈરલ થઈ રહી છે. નોંધનીય છે કે અવિકા ગોર અને મિલિંદ ચંદવાની હંમેશા સોશિયલ મીડિયા પર એકબીજાની તસવીરો શૅર કરતા રહે છે.
સાથે જ આ બન્ને મોટા ભાગે સાથે જ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે અવિકા ગોરે ગયા વર્ષે નવેમ્બરમાં બૉયફ્રેન્ડ મિલિંદ ચંદવાની સાથે સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરતા પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેણે પોતાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મિલિંદ સાથે રોમાન્ટિક તસવીરો શૅર કરી હતી અને એક લાંબી નોટ લખી હતી. જેમાં તેણે કહ્યું કે તે કાયમ માટે તેની બની ગઈ છે.