Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાલાનું નવું પોસ્ટર જોઈને પડી જશે મોજ..ભૂમિ ખોલશે આયુષ્માનની પોલ!

બાલાનું નવું પોસ્ટર જોઈને પડી જશે મોજ..ભૂમિ ખોલશે આયુષ્માનની પોલ!

29 October, 2019 12:51 PM IST | મુંબઈ

બાલાનું નવું પોસ્ટર જોઈને પડી જશે મોજ..ભૂમિ ખોલશે આયુષ્માનની પોલ!

ફિલ્મ બાલાનું નવું પોસ્ટર

ફિલ્મ બાલાનું નવું પોસ્ટર


એક તરફ આયુષ્માન ખુરાના છે યામી ગૌતમ સાથે રોમાન્સના સપના જોઈ રહ્યો છે તો બીજી તરફ ભૂમિ પેડનેકર છે જે તેના સપનાઓ પર પાણી ફેરવવા તૈયાર છે. બસ આ જ બાલાના નવા પોસ્ટરમાં જોવા મળી રહ્યું છે. પોસ્ટરમાં આયુષ્માન અને યામી ટાઈટેનિકના પૉઝને ટ્રાય કરતા જોવા મળી રહ્યા છે જ્યારે ભૂમિ તેની વિગને હટાવતી જોવા મળી રહે છે. આ પોસ્ટરને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આયુષ્માન ખુરાનાએ આ પોસ્ટરને સોશિયલ મીડિયા પર શૅર કરતા લખ્યું કે, "લવ સ્ટોરીની નૈયા પાર થશે કે નહીં, જોઈશું 7 નવેમ્બરે."




ફિલ્મના બે ગીત નાહ ગોરિયે અને ડોન્ટ બી શાય રિલીઝ થઈ ચુક્યા છે. ડોન્ટ બી શાય રેટ્રો ગીત છે. જ્યારે નાહ ગોરિયેમાં નોરા ફતેહી જોવા મળી રહી છે.

આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર આ પહેલા દમ લગા કે હૈસા અને શુભ મંગલ સાવધાન જેવી ફિલ્મો કરી ચુક્યા છે. જ્યારે યામી ગૌતમ સાથે આયુષ્માન વિકી ડોનરમાં સાથે કામ કરી ચુક્યા છે.


આ પણ જુઓઃ અમિતાભ બચ્ચની દિવાળી પાર્ટીમાં અંબાણી અને ઠાકરે પરિવારે આપી હાજરી, જુઓ તસવીરો

ફિલ્મની કહાની નિરેન ભટ્ટે લખી છે. ફિલ્મમાં સૌરભ શુક્લા, જાવેદ જાફરી, સીમા પાહવા અને અભિષેક બેનર્જી પણ જોવા મળશે. ફિલ્મના ડાયરેક્ટર અમર કૌશિક છે. જેમણે સ્ત્રી ફિલ્મ પણ ડાયરેક્ટ કરી હતી. જ્યારે ફિલ્મના પ્રોડ્યૂસર દિનેશ વિજન છે. ફિલ્મ સાત નવેમ્બરે રિલીઝ થશે.


Whatsapp-channel Whatsapp-channel

29 October, 2019 12:51 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK