બાલાજીની આઠ વેબ-સિરીઝ થઈ રેડી

Published: Apr 09, 2020, 18:14 IST | Rashmin Shah | Rajkot

વર્ક ફ્રૉમ હોમને લીધે એકતા કપૂરના પ્રોડક્શન હાઉસે વેબ-સિરીઝની ફાઇનલ સ્ક્રિપ્ટ તૈયાર કરવાનું ચાલી કરી દીધું છે

એકતા કપૂર
એકતા કપૂર

લૉકડાઉનના કારણે અત્યારે સિચ્યુએશન બદલાઈ છે, પણ મૂળભુત પ્લાન મુજબ એકતા કપૂર આ વર્ષે ૨૪ નવી વેબ-સિરીઝ લાવવાની હતી, પણ હવે એ પ્રોગ્રામ બગડી ગયો છે. કોરોના વાઇરસના કારણે હવે શૂટ ક્યારે શરૂ થાય એનો કોઈને આઇડિયા નથી, પણ જો એ શરૂ થાય તો પોતાના મૂળભૂત પ્લાન મુજબ કેવી રીતે મેક્સિમમ વેબ-સિરીઝ આપી શકાય એ જોવાનું કામ બાલાજી ટેલિફિલ્મના ક્રીએટિવ સ્ટાફ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું હતું જેના ભાગરૂપે બાલાજી ટેલિફિલ્મ્સે આઠ વેબ-સિરીઝની સ્ક્રિપ્ટ ફાઇનલ કરીને લૉકમાં મૂકી દીધી છે. જે સમયે લૉકડાઉન હટાવવામાં આવશે એ સમયે આ વેબ-સિરીઝનું શૂટ સીધું શરૂ થશે.

તાત્કાલીક એ વેબ-સિરીઝ ઑનઍર કરી શકાય એ મુદ્દાનું પણ આ સ્ક્રિપ્ટમાં ધ્યાન રાખવામાં આવ્યું છે. મેક્સિમમ ઇનડોર શૂટ થાય તો વેબ-સિરીઝ વહેલી તકે રિલીઝ કરી શકાય, એ સીધા નિયમનું ધ્યાન સ્ક્રિપ્ટમાં રાખવામાં આવ્યું છે. ફાઇનલ કરવામાં આવેલી આ વેબ-સિરીઝમાંથી મોટા ભાગની વેબ-સિરીઝના ટોપિક સસ્પેન્સ-થ્રીલર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK