ઉજડા ચમનના સપોર્ટમાં આવ્યા બોલીવુડના આ દિગ્ગજ કલાકાર, ફિલ્મનું કર્યું પ્રમોશન

Published: Oct 29, 2019, 18:47 IST | મુંબઈ

કથિત રીતે એક જ જેવી કથાવસ્તુ ધરાવતી ફિલ્મો બાલા અને ઉજડા ચમનને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં અજય દેવગણે ઉજડા ચમનનો સાથ આપ્યો છે.

જાણો કોણે આપ્યો ઉજડા ચમનનો સાથ?
જાણો કોણે આપ્યો ઉજડા ચમનનો સાથ?

આયુષ્માન ખુરાનાની બાલા અને સની સિંહની ફિલ્મ ઉજડા ચમનની વચ્ચે છેલ્લા કેટલાક દિવસે મજેદાર ખેંચતાણ જોવા મળી રહી છે. બંને ફિલ્મોની સ્ટોરીલાઈન એક જેવી હોવાના કારણે રીલિઝને લઈને શરૂ થયેલી લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી છે. ઉજડા ચમનના પોસ્ટર પર તો ત્યાં સુધી લખવામાં આવ્યું છે કે ટકલા પરથી પહેલી અને અસલી ફિલ્મ.

આ ખેંચતાણ વચ્ચે ઉજડા ચમન એક નવેમ્બરે રીલિઝ થઈ રહી છે. ફિલ્મને હવે અજય દેવગણનો સપોર્ટ મળ્યો છે. ફિલ્મનું નવું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે, જેના પર અજય દેવગણ, સની સિંહની સાથે નજર આવી રહ્યા છે. આ પોસ્ટરને ખુદ અજય દેવગણે ટ્વીટ કર્યું છે અને દર્શકોને યાદ અપાવ્યું છે કે, ઉજડા ચમન એક નવેમ્બરે રીલિઝ થઈ રહી છે. ઉજડા ચમનથી અભિષેક પાઠક ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કરી રહ્યા છે, જે નિર્માતા કુમાર મંગતના દિકરા છે. કુમાર મંગત અને અજય દેવગણ વચ્ચે વર્ષો જૂના સંબંધો છે. કુમાર મંગત અજયના મેનેજર અને અનેક ફિલ્મનો કો-પ્રોડ્યૂસર રહી ચુક્યા છે. દિલ તો બચ્ચા હૈ જી સાથે તેમણે પોતાની પ્રોડક્શન કંપની શરૂ કરી હતી.


ઉજડા ચમન એક એવા યુવાનની કહાની છે તે ટાલિયાપણાનો શિકાર થઈ જાય છે. આ વચ્ચે તેના જીવનમાં કેવી કેવી સમસ્યાઓ આવે છે, તેની આસપાસ ફિલ્મની કથા આકાર લે છે. તો આયુષ્માન ખુરાનાની બાલા પણ આ જ વિષય પર આધારિત છે. જે 8 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે, જ્યારે 7 નવેમ્બરથી તે પસંદગીના થિએટર્સમાં બતાવવામાં આવશે.

આ પણ જુઓઃ પરિણીતિ કરતા પણ આને વધુ પ્રેમ કરે છે મલ્હાર, જુઓ તેની સાથેની ખાસ તસવીરો

બંને ફિલ્મો વચ્ચે રિલીઝની તારીખને લઈને લાંબા સમય સુધી ખેંચતાણ ચાલી. બાલાનું ટ્રેલર જ્યારે રિલીઝ થયું ત્યારે તેની રિલીઝ ડેટ 22 નવેમ્બર જણાવવામાં આવી હતી જેથી તે મરજાંવા સાથે ક્લેશ ન થાય. કુમાર મંગત પાઠકે 30 સપ્ટેમ્બરે ઉજડા ચમનનું ટ્રેલર રીલિઝ કરીને જણાવ્યું કે ફિલ્મ 8 નવેમ્બરે આવશે. જે બાદ બાલાની રિલીઝ ડેટ બદલીને 15 નવેમ્બરના બદલે 7 નવેમ્બર કરવામાં આવી હતી. અને હવે ઉજડા ચમન 1 નવેમ્બરે આવી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK