આયુષ્માનની પહેલા દિવસે સૌથી વધુ બિઝનેસ કરનારી ફિલ્મ બની બાલા

Published: Nov 10, 2019, 08:41 IST | Mumbai

૮ નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે બૉક્સ-ઑફિસ પર ૧૦.૧૫ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે તેની અત્યાર સુધીની ફિલ્મો કરતાં પહેલા દિવસે સૌથી વધુ કલેક્શન મેળવ્યુ છે.

ફિલ્મ બાલાનું પોસ્ટર
ફિલ્મ બાલાનું પોસ્ટર

આયુષ્માન ખુરાનાની ‘બાલા’ પહેલા દિવસે સૌથી વધુ કલેક્શન મેળવનારી તેની પહેલી ફિલ્મ બની ગઈ છે. ૮ નવેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલા દિવસે બૉક્સ-ઑફિસ પર ૧૦.૧૫ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે તેની અત્યાર સુધીની ફિલ્મો કરતાં પહેલા દિવસે સૌથી વધુ કલેક્શન મેળવ્યુ છે. ફિલ્મની સ્ટોરી એક એવા વ્યક્તિની આસપાસ ફરે છે, જેનાં સમય પહેલા વાળ ખરી ગયા છે. આ ફિલ્મમાં આયુષ્માનની સાથે ભૂમિ પેડણેકર, યામી ગૌતમ, જાવેદ જાફરી અને સૌરભ શુક્લા પણ જોવા મળી રહ્યા છે. વીકએન્ડ હોવાથી આ ફિલ્મ હજી પણ સારો બિઝનેસ કરશે એવી આશા છે. ફિલ્મને અમર કૌશિકે ડિરેક્ટ અને દિનેશ વિજને પ્રોડ્યુસ કરી છે.

કઈ ફિલ્મે પહેલા દિવસે કેટલો બિઝનેસ કર્યો એ જોઈએ
વર્ષ     ફિલ્મનું નામ    કલેક્શન (રૂપિયામાં)
૨૦૧૨  વિકી કોનર     ૧.૮૦ કરોડ
૨૦૧૩  નૌટંકી સાલા    ૩.૨૫ કરોડ
૨૦૧૪  બેવકૂફિયાં       ૨.૨૩ કરોડ
૨૦૧૫  હવાઇઝાદા      ૦.૫૭ કરોડ
૨૦૧૬  દમ લગા કે હઈશા ૧.૧૨ કરોડ
૨૦૧૭  મેરી પ્યારી બિંદુ   ૧.૭૫ કરોડ
૨૦૧૭  બરેલી કી બરફી   ૨.૪૨ કરોડ
૨૦૧૭  શુભ મંગલ સાવધાન ૨.૭૧ કરોડ
૨૦૧૮  અંધાધૂન              ૨.૭૦ કરોડ
૨૦૧૮  બધાઈ હો             ૭.૬૫ કરોડ
૨૦૧૯  આર્ટિકલ 15          ૫.૦૨ કરોડ
૨૦૧૯  ડ્રીમ ગર્લ              ૧૦.૦૫ કરોડ

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK