રિલીઝ થતા જ છવાઈ ગયું બાદશાહનું 'શહર કી લડકી'નું નવું વર્ઝન

Published: Jul 07, 2019, 13:49 IST | મુંબઈ

ફિલ્મ રક્ષકના ગીત શહર કી લડકીમાં સુનીલ શેટ્ટી અને રવીના ટંડના ડાન્સ કરતા નજર આવ્યા હતા. પરંતુ ફિલ્મ ખાનદાની શફાખાનાના આ ગીતમાં ડાયના પેન્ટી અને બાદશાહ પરફોર્મ કરતા જોવા મળી રહ્યા છે.

તસવીર સૌજન્યઃ યુટ્યૂબ
તસવીર સૌજન્યઃ યુટ્યૂબ

વર્ષે 1996માં રિલીઝ થયેલી સુનીલ શેટ્ટી અને રવીના ટંડનની ફિલ્મ રક્ષકનું એક ગીત શહર કી લકડી તો તમને યાદ હશે જ. ફિલ્મ રક્ષકનું આ ગીત લોકો વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ થયું હતું. આજે પણ તેનો ક્રેઝ જોવા મળે છે. જેને જોતા જ બાદશાહે આ ગીતને રીક્રિએટ કર્યું છે. સોનાક્ષી સિન્હાની અપકમિંગ ફિલ્મ ખાનદાની શફાખાનાનું આ ગીત આ દિવસોમાં  સોશિયલ મીડિયા પર છવાયેલું રહ્યું છે. આ ગીતને તુલસી કુમાર અન અભિજીતે મળીને ગાયું છે, પરંતુ ગીતમાં વચ્ચે બાદશાહના રેપએ તેમાં ચાર ચાંદ લગાવવાનું કામ કર્યું છે.

જણાવી દઈએ કે, રક્ષકના ગીતમાં સુનીલ શેટ્ટી અને રવીના ટંડન ડાન્સ કરતા નજર આવ્યા હતા. જ્યારે ફિલ્મ ખાનદાની શફાખાનાના આ ગીતમાં ડાયના પેન્ટી અને બાદશાહ પરફોર્મ કરતા જોવા મળી રહ્યા છે. 2 દિવસ પહેલા રિલીઝ થયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 1 કરોડથી વધુ વાર જોવામાં આવી ચુક્યો છે. તમે પણ જુઓ આ ગીત..

જણાવી દઈએ કે આ ફિલ્મમાં સોનાક્ષી એક પંજાબી યુવતીના રોલમાં છે જેને પોતાના મામાજીનું દવાખાનું ચલાવવાનું કામ કરે છે. પરંતુ સોનાક્ષી માટે આ સરળ નથી કારણ કે આ દવાખાનું નૉર્મલ ઈલાજ માટે નથી. સોનાક્ષીના મામા સેક્સોલૉજિસ્ટ હતા અને હવે સોનાક્ષીએ આ કામને આગળ વધારવાનું છે. પરંતુ લોકો આ વસ્તુને ખરાબ માને છે. અને ઉપરથી યુવતી પાસે ઈલાજ કરાવવા કોઈ કેમ આવશે?

આ પણ જુઓઃ આ અભિનેત્રીના ફોટોઝ જોઈને લોકોના દિલની ધડકન વધી જાય છે

મહત્વનું છે કે સોનાક્ષી સિન્હા મલ્ટીસ્ટારર ફિલ્મ કલંકમાં નજર આવી હતી. ફિલ્મ બૉક્સ ઑફિસ પર નહોતી ચાલી પણ સોનાક્ષીને પોતાના અભિનય માટે ખૂબ જ પ્રશંસા મળી હતી. હાલ સોનાક્ષી દબંગ 3ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા સ્ટારર ફિલ્મ દબંગ 3 ફિલ્મ 20 ડિસેમ્બરના દિવસે રિલીઝ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK