બાદશાહનું નવું ગીત 'પાગલ' ઈન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધૂમ

મુંબઈ | Jul 11, 2019, 19:36 IST

બાદશાહનું નવું ગીત પાગલ રીલિઝ થયું છે. અને તે લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.

બાદશાહનું નવું ગીત 'પાગલ' ઈન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધૂમ
રિલીઝ થતાની સાથે જ હિટ થયું બાદશાહનું નવું ગીત

બાદશાહના નવા ગીતે વિક્રમ સર્જ્યો છે. રિલીઝ થયાના એક જ દિવસમાં આ ગીતને 8 કરોડથી વધારે લાઈક્સ મળ્યા છે. લાંબા સમય પછી બાદશાહ નવા સોંગ સાથે આવ્યા છે. અને તેનું ટાઈટલ છે 'પાગલ'. આ વખતે બાદશાહના આલ્બમમાં પ્લેબોયનો મોડેલ રહી ચુકેલો રોઝ રોમેરો પણ છે. બાદશાહે ગઈકાલે ઈન્સ્ટાગ્રામ પર તેનું સોંગ રિલીઝ થયું હોવાની જાણકારી આપી હતી અને રિલીઝ થતાની સાથે જ આ સોંગ સુપરહિટ બની ગયું છે.


આ ગીતને બાદશાહે જ લખ્યું છે, કંપોઝ કર્યું છે અને પ્રોડ્યુસ કર્યું છે. તેનો વીડિયો માર્લોન પેના અને કોરિયોગ્રાફી ગ્રેગ ચેપ્કિસની છે.

સાંભળો આ હિટ ગીતને અહીં..

આ ગીત લોસ એન્જલસના સ્કાઈલાઈન પર શૂટ કરવામાં આવ્યું છે. સાથે જ તેની બીટ્સ એવી છે કે જે તમને થીરકવા માટે મજબૂર કરી દે. અને તેને મળેલા હિટ્સ જોતા લાગે છે કે તે આ વર્ષનું ડાન્સ એન્થ બની જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK