Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાઉથનાં સુપરસ્ટાર્સ સાથે શૂટિંગ કર્યું અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને

સાઉથનાં સુપરસ્ટાર્સ સાથે શૂટિંગ કર્યું અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને

25 January, 2020 03:18 PM IST | Mumbai

સાઉથનાં સુપરસ્ટાર્સ સાથે શૂટિંગ કર્યું અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને સાઉથનાં સુપર સ્ટાર્સ નાગાર્જુન, શિવ રાજ કુમાર અને પ્રભુ

અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને સાઉથનાં સુપર સ્ટાર્સ નાગાર્જુન, શિવ રાજ કુમાર અને પ્રભુ


અમિતાભ બચ્ચન અને જયા બચ્ચને સાઉથનાં સુપર સ્ટાર્સ નાગાર્જુન, શિવ રાજ કુમાર અને પ્રભુ સાથે આગામી ઍડ્વર્ટાઇઝનું શૂટિંગ કર્યું છે. આ ઍડ્વર્ટાઇઝમાં તેમની સાથે કૅટરિના કૈફ દુલ્હન બની છે. જયા બચ્ચન અને સાઉથનાં સ્ટાર્સ સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘મારા અને જયા માટે આ ઐતિહાસિક ક્ષણ છે. ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ૩ લીજેન્ડ્સનાં ૩ દીકરાઓ એટલે કે સાઉથનાં સુપરસ્ટાર્સ સાથે અમે કામ કરી રહ્યા છીએ. એ અમારા માટે સન્માનની વાત છે. તેલુગુ ઇન્ડસ્ટ્રીનાં અક્કીનેની નાગેશ્વર રાવનો દીકરો નાગાર્જુન, કન્નડ ઇન્ડસ્ટ્રીનાં ડૉક્ટર રાજ કુમારનો દીકરો શિવ રાજ કુમાર અને તમિલ ઇન્ડસ્ટ્રીનાં શિવરાજ ગણેશનનો દીકરો પ્રભુ છે.’

આ પણ વાંચો : લુઇ વિત્તોંની ગ્લોબલ કૅમ્પેનમાં સામેલ થનાર દીપિકા બની પહેલી ભારતીય સ્ટાર



કૅટરિના કૈફે પણ સેટ પરથી ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. ફોટોમાં તે ટીમ સાથે હળવાશનાં મૂડમાં દેખાઈ રહી છે. ફોટોમાં દેખાય છે કે તેઓ ગૅમ રમી રહ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2020 03:18 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK