કાજોલ-શાહરુખની ફિલ્મ 'બાઝીગર'ના 26 વર્ષ પૂરા, કાજોલે શૅર કર્યો વીડિયો

Updated: Nov 13, 2019, 12:39 IST | Mumbai

શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને કાજોલ (Kajol)ની જોડી બૉલીવુડની સુપરહિટ જોડીઓમાંથી એક છે. આ બન્નેની પહેલી ફિલ્મ 'બાઝીગર'ને રિલીઝ થઈને આજે 26 વર્ષ પૂરા થયા છે.

કાજોલ
કાજોલ

શાહરૂખ ખાન (Shah Rukh Khan) અને કાજોલ (Kajol)ની જોડી બૉલીવુડની સુપરહિટ જોડીઓમાંથી એક છે. આ બન્નેની પહેલી ફિલ્મ 'બાઝીગર'ને રિલીઝ થઈને આજે 26 વર્ષ પૂરા થયા છે. વર્ષ 1993માં દિવાળી પ્રસંગે રિલીઝ થયેલી અબ્બાસ-મસ્તાનની ફિલ્મ 'બાઝીગર' તે સમયે બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી.

ફિલ્મમાં શાહરૂખ વિલનના રોલમાં હતા અને એમની સાથે કાજોલ અને શિલ્પા શેટ્ટી પણ હતી. આજે પણ આ ફિલ્મનો એક ડાયલોગ "હારકર જીતને વાલે કો બાઝીગર કહેતે હૈં" ફૅમસ છે અને આ ફિલ્મના ગીત પણ સુપરહિટ રહ્યા હતા. આ ફિલ્મે મંગળવારે પોતાના 26 વર્ષ પૂર્ણ કરી લીધી છે અને એને સેલિબ્રેટ કરવા માટે કાજોલે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો ફૅન્સ સાથે શૅર કર્યો છે.

 
 
 
View this post on Instagram

Oops! still don’t have black eyes 👀 😋 #26YearsOfBaazigar

A post shared by Kajol Devgan (@kajol) onNov 11, 2019 at 10:17pm PST

 

આ વીડિયોમાં કાજોલ આંખ મારતી નજર આવી રહી છે જેના કેપ્શનમાં લખ્યું છે, Oops! still don’t have black eyes

બાઝીગર પહેલી સુપરહિટ ફિલ્મ છે જેમાં શાહરૂખ અને કાજોલે પહેલીવાર એક-બીજા સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મમાં શિલ્પા શેટ્ટીએ પોતાનું ડેબ્યૂ કર્યું હતું.

આ પણ જુઓ: Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

આ ફિલ્મ વર્ષ 1991માં આવેલી થ્રિલર ફિલ્મ 'અ કિસ બિફોર ડાઈંગ' પર આધારિત છે. ફિલ્મમાં રાખી અને જૉની લીવર મુખ્ય પાત્રમાં હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK