રેની અંદરનો રાવણ જાગશે ખરો?

Published: 23rd October, 2020 15:51 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

બાલવીર રિટર્ન્સના મેઇન વિલનની ઇચ્છા આખી દુનિયા પર રાજ કરવાની છે અને એને માટે તે નવરાત્રિનો ઉપયોગ કરીને દશેરાના દિવસે દુનિયાને તહસનહસ કરશે

રેની અંદરનો રાવણ જાગશે ખરો?
રેની અંદરનો રાવણ જાગશે ખરો?

સબ ટીવીના શો ‘બાલવીર રિટર્ન્સ’માં આ નવરાત્રિનું સેલિબ્રેશન જરા જુદી રીતે ચાલી રહ્યું છે. બાલવીરના દુશ્મન એવા રેએ એક માસ્ટર-પ્લાન બનાવ્યો છે અને નવરાત્રિના ૯ દિવસ દરમ્યાન ૯ બાળકોના આત્માનો ભોગ લઈને તે પોતાની અંદરનો રાવણ જગાડીને દુનિયા પર કબજો કરવા માગે છે અને તેની સામે બાલવીર અને તેના સાથી વિવાને રેને અટકાવવાનો છે. રે પોતાના રસ્તે એકધારો આગળ વધે છે અને દશેરાની રાતે તે જગતભર પર કબજો કરીને અસુરી તાકાતનો પરચો દેખાડવાનો ઇરાદો ધરાવે છે. આવા સમયે કેવી રીતે રેને રોકવો અને કેવી રીતે રેની અંદરનો રાવણ જાગે નહીં એ દિશામાં કામ કરવું એ બાલવીર અને વિવાન માટે યક્ષપ્રશ્ન બની ગયો છે. રે બનતા શોએબ અલીએ કહ્યું કે ‘વિજયા દશમીનો અર્થ જ છે અસુર પર સુરનો વિજય, સુરનો વિજય થશે એ નક્કી છે, પણ એ થાય ત્યાં સુધીમાં અસુરી તાકાત કેવી ફેલાઈ છે એ આખી જર્ની બહુ ઇન્ટરેસ્ટિંગ રીતે બની છે.’

‘બાલવીર રિટર્ન્સ’ની આ જે યાત્રા છે એમાં બાલવીર ભારતનગર અકબંધ રહે અને તેમના તહેવારોની ઉજવણી પણ ચાલુ રહે એ માટે સતત લડવૈયો બનીને રે સામે ઊભો રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK