Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાહુબલીના ડિરેક્ટરની ફિલ્મનું અમદાવાદ, વડોદરામાં શૂટિંગ શરૂ

બાહુબલીના ડિરેક્ટરની ફિલ્મનું અમદાવાદ, વડોદરામાં શૂટિંગ શરૂ

03 April, 2019 11:32 AM IST | અમદાવાદ

બાહુબલીના ડિરેક્ટરની ફિલ્મનું અમદાવાદ, વડોદરામાં શૂટિંગ શરૂ

રાજામૌલી અમદાવાદમાં કરી રહ્યા છે શૂટિંગ

રાજામૌલી અમદાવાદમાં કરી રહ્યા છે શૂટિંગ


બાહુબલી સિરીઝથી દુનિયાભરમાં છવાઈ જનાર ડિરેક્ટર એસ. એસ. રાજામૌલી હવે પોતાની નવી મેગાસ્ટાર ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે. બાહુબલીના આ ડિરેક્ટરની ફિલ્મનું ગુજરાત સાથે ખાસ કનેક્શન છે. બાહુબલી જેવા જ મોટા પાયા પર બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ ગુજરાતમાં થવા જઈ રહ્યું છે.

rrr poster



પહેલીવાર સાઉથના સુપરસ્તાર જુનિયર એનટીઆર, રામચરણ અને બોલીવુડ સ્ટાર્સ અજય દેવગણ, આલિયા ભટ્ટ ગુજરાતમાં એકસાથે શૂટિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં કુલ 10 દિવસ માટે રાજામૌલીની અપકમિંગ ફિલ્મ RRRનુ શૂટિંગ થવાનું છે. આ 10 દિવસ દરમિયાન સ્ટાર્સ અમદાવાદ અને વડોદરામાં શૂટિંગ કરશે. આ માટે ફિલ્મની ટીમ વડોદરા રવાના પણ થઈ ચૂકી છે.


 અમદાવાદમાં શૂટિંગ બાદ ફિલ્મનૂ શૂટિંગ 20 દિવસ માટે પૂણેમાં થશે. મળતી માહિતી પ્રમાણે એપ્રિલ મહિનામાં પહેલા ગુજરાત અને પછી પૂણેમાં ફિલ્મનું શૂટિંગ થવાનું છે. આ ફિલ્મના શૂટિંગ માટે આલિયા ભટ્ટ પણ અમદાવાદ પહોંચશે. અમદાવાદમાં આલિયા ભટ્ટના કેટલાક સીન્સનું શૂટિંગ થશે.

 
 
 
View this post on Instagram

ACTION!! The first shot of the MASSIVE MULTISTARRER has been DONE. #RRRShootBegins @jrntr #RamCharan @ssrajamouli #RRR @dvvmovies

A post shared by RRR Movie (@rrrmovie) onNov 18, 2018 at 11:29pm PST


ઉલ્લેખનીય છે કે RRRમાં કામ કરવા અંગે આલિયા ભટ્ટે કહ્યું હતું,'હું ખૂબ જ ખુશ છું કે રાજામૌલી સાથે કામ કરવાની ઈચ્છા પૂરી થઈ છે.' આ ફિલલ્મમાં આલિયા ભટ્ટ સાઉથના સ્ટાર રામ ચરણના ઓપોઝિટ રોલ કરી રહ્યા છે. ફિલ્મમાં બંને વચ્ચે નવી કેમેસ્ટ્રી જોવા મળશે. ફિલ્મમાં આલિયા સીતાનું પાત્ર ભજવી રહી છે. તો અજય દેવગણ પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં છે.

આ પણ વાંચોઃ લોકોના દિલ પર રાજ કરનારી સિંગર નેહા કક્કરની અજાણી વાતો

સાથે જ RRR દ્વારા બ્રિટિશન એક્ટ્રેસ ડેઝી એડગર જોન્સ ભારતીય ફિલ્મોમાં ડેબ્યુ કરી રહી છે, જે જુનિયર એનટીઆરના ઓપોઝિટ દેખાશે. ડીવવી દાનય્યા અને ડીવીવી એન્ટરટેઈનમેન્ટ નિર્મિત એસ. એસ. રાજા મૌલીની આ ફિલ્મ 30 જુલાઈ, 2020ના દિવસે વિશ્વભરમાં એક સાથે 10 ભારતીય ભાષામાં રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

03 April, 2019 11:32 AM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK