Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'બાગી-3'ની રિલીઝ ડેટ નક્કી પરંતુ અભિનેત્રી અંગે સસ્પેન્સ

'બાગી-3'ની રિલીઝ ડેટ નક્કી પરંતુ અભિનેત્રી અંગે સસ્પેન્સ

08 February, 2019 04:53 PM IST |

'બાગી-3'ની રિલીઝ ડેટ નક્કી પરંતુ અભિનેત્રી અંગે સસ્પેન્સ

'બાગી-3'ની અભિનેત્રી અંગે સસ્પેન્સ

'બાગી-3'ની અભિનેત્રી અંગે સસ્પેન્સ


સાજિદ નાડિયાદવાલાની 'બાગી' ભારતીય સિનેમાંની બહુચર્ચિત એક્શન ફિલ્મ રહી હતી. અને બાગી-2 પછી બાગી-3 પણ આવવાની તૈયારી કરી છે. સાજિદ નડિયાદવાલાએ બાગી-2 પહેલા જ બાગી-3ની ઘોષણા કરી દીધી છે અને પાછલા વર્ષની અંતમાં રિલીઝની તારીખ વિશે વાત કરતા બાગી-3ની રિલીઝ તારીખ 6 માર્ચ,2020માં રિલીઝ કરવાની ઘોષણા કરી હતી.

છેલ્લા કેટલાક સમયમાં, એવી સાંભળવામાં આવ્યું છે કે, અભિનેત્રીઓની શોધખોળ ચાલું છે અને અભિનેત્રીઓનો સંપર્ક સાધવામાં આવ્યો છે. જોકે ફિલ્મ માટે કોઈની પસંદગી કરવામાં આવી નથી. છેલ્લા કેટલાક સમયથી ફિલ્મ બાગીની હિરોઈનોને લઈને અટકળો સાધવામાં આવી રહી છે. અત્યારે ફિલ્મની સ્ટોરીને લઈને કામ કરવામાં આવી રહ્યું છે પરંતુ ડિરેક્ટર આ બાબતે કોઈ ઉતાવળ કરવા ઈચ્છતા નથી.



ડાયરેક્ટ સાજીદ નાડિયાદવાલાએ અન્ય અફવાઓનું ખંડન કરતા પુષ્ટિ કરી હતી કે સ્ક્રિપ્ટ તૈયાર થયા પછી ફિલ્મમાં ટાઈગર શ્રોફ સાથે નજર આવનારી હિરોઈનની જાહેરાત કરવામાં આવશે. આ સિવાય ઘણી મોટી વ્યક્તિઓએ ડિરેક્ટરનો સંપર્ક સાંધી રહ્યાં છે કેમકે તે આ સિરીઝનો ભાગ બનવા ઈચ્છે છે. હાલમાં જ પ્રોડ્યુસરે એક પોસ્ટર સાથે બાગી-3ની આધિકારિક રીત જાહેરાત કરી હતી.


 

આ પણ વાંચો: RBIએ ઘટાડ્યા વ્યાજના દર, જાણો તમને કેટલો થશે ફાયદો?


 

નાડિયાદવાલા ગ્રેન્ડસન એંટરટેનમેન્ટના પ્રોડક્શનમાં બની રહેલી બાગી-3 6 માર્ચ 2020માં રિલીઝ થશે જેમા ફરી એકવાર ટાઈગર શ્રોફ એક્શન કરતા જોવા મળશે.

Whatsapp-channel Whatsapp-channel

08 February, 2019 04:53 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK