Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Baaghi 3 Poster: હાથમાં મશીનગન લઈને દેખાયો ટાઇગર શ્રૉફ...

Baaghi 3 Poster: હાથમાં મશીનગન લઈને દેખાયો ટાઇગર શ્રૉફ...

03 February, 2020 01:10 PM IST | Mumbai Desk

Baaghi 3 Poster: હાથમાં મશીનગન લઈને દેખાયો ટાઇગર શ્રૉફ...

Baaghi 3 Poster: હાથમાં મશીનગન લઈને દેખાયો ટાઇગર શ્રૉફ...


બોલીવુડ એક્ટર ટાઇગર શ્રૉફ અને શ્રદ્ધા કપૂર સ્ટારર ફિલ્મ બાગી-3નો વધું એક પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ પોસ્ટર ખૂબ જ રસપ્રદ દેખાઇ રહ્યું છે અને આ પોસ્ટરને જોઇને જ સમજાય છે કે ફિલ્મમાં ખૂબ જ એક્શન જોવા મળશે. એક્શનથી ભરપૂર આ ફિલ્મની ઘણાં સમયથી શૂટિંગ થઇ રહી છે અને ફિલ્મના ઘણાં બધાં સીન ભારતની બહાર પણ શૂટ કરવામાં આવ્યા છે.




પોસ્ટર ખૂબ જ સારું દેખાઇ રહ્યું છે અને તેમાં ટાઇગર શ્રૉફ એક મશીન ગન લઈને ઊભો છે. તો પોસ્ટરમાં એક વૉર સિચ્યુએશન ક્રિએટ કરવાના હેતુથી એક ગન ટેન્ક પણ ઊભું છે, જે દર્શાવે છે કે આ કોઇ વૉરનું સીન છે અને ફિલ્મમાં એવી એક લાંબો યુદ્ધ જોવા મળશે. પોતાના એક્શન માટે જાણીતી ટાઇગર શ્રૉફ ફિલ્મમાં ઘણી એક્શન કરતો જોવા મળશે, જે તેના પોસ્ટર અને પહેલા સામે આવેલી શૂટિંગની તસવીરોથી સ્પષ્ટ ખ્યાલ આવે છે.


આ પોસ્ટરમાં ખાસ વાત તેમાં લખેલી લાઇન્સ પણ છે, જેના પર બધાંનું ધ્યાન જઈ રહ્યું છે. પોસ્ટરમાં લખ્યું છે, "ધિસ ટાઇમ, હી ઇઝ અપ અગેન્સ્ટ ધ નેશન" એટલે કે "આ વખતે તે આખા દેશ વિરુદ્ધ છે" સાથે જ પોસ્ટરમાં હેલીકૉપ્ટર, ટેન્ક, અને ધડાકા બતાવવામાં આવ્યા છે. જણાવીએ કે ફિલ્મનું ટ્રેલર 6 ડિસેમ્બરના રિલીઝ થવાનું છે અને ફિલ્મનું નિર્દેશન અહમદ ખાન કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

?❤️ #Baaghi3 #2020 #hewillreturn #sajidnadiadwala @foxstarhindi @nadiadwalagrandson @wardakhannadiadwala

A post shared by Tiger Shroff (@tigerjackieshroff) onDec 18, 2018 at 8:18pm PST

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

ફિલ્મમાં ટાઇગર સાથે શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખ પણ દેખાશે, જેમાં રિતેશ પોલીસની ભૂમિકામાં દેખાશે. ચર્ચાઓ એ પણ છે કે ફિલ્મમાં જેકી શ્રૉફ પણ દેખાશે અને ખાસ વાત એ છે કે ફિલ્મમાં તે ટાઇગરના પિતાના પાત્રમાં દેખાશે. આ ફિલ્મ બાગી ફ્રેંચાઇઝીની ત્રીજી ફિલ્મ છે અને આ પહેલા બે ફિલ્મ આવી ચૂકી છે.

Whatsapp-channel Whatsapp-channel

03 February, 2020 01:10 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK