Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાગી 3માં ટાઇગર શ્રોફના ડૅડીનું પાત્ર ભજવશે જૅકી શ્રોફ

બાગી 3માં ટાઇગર શ્રોફના ડૅડીનું પાત્ર ભજવશે જૅકી શ્રોફ

24 January, 2020 02:43 PM IST | Mumbai

બાગી 3માં ટાઇગર શ્રોફના ડૅડીનું પાત્ર ભજવશે જૅકી શ્રોફ

ટાઇગર શ્રોફ અને જૅકી શ્રોફ

ટાઇગર શ્રોફ અને જૅકી શ્રોફ


જૅકી શ્રોફ અને ટાઇગર શ્રોફ ‘બાગી 3’માં પિતા-પુત્રની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં રિતેશ દેશમુખ, શ્રદ્ધા કપૂર અને અંકિતા લોખંડે પણ અગત્યના રોલમાં દેખાશે. ૬ માર્ચે રિલીઝ થનારી આ ફિલ્મને અહમદ ખાને ડિરેક્ટ કરી છે. ફિલ્મના પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ કહ્યું હતું કે ‘ટાઇગર શ્રોફને જ્યારથી લૉન્ચ કરવામાં આવ્યો છે ત્યારથી લોકો રાહ જોઈ રહ્યા છે કે જૅકી શ્રોફ અને ટાઇગર શ્રોફ એકસાથે એક ફિલ્મમાં જોવા મળે. એને લઈને અનેક અફવાઓ પણ ઊડતી રહે છે. જોકે છેલ્લાં ૬ વર્ષથી કોઈ પણ તે બન્નેને એકસાથે લઈ શક્યું નહોતું.

આ પણ વાંચો : શું તમે વિશાલ દાદલાણીની જૅકેટ્સ ખરીદી શકશો?



ફિલ્મમાં તેમની હાજરી ત્યારે જ શક્ય છે જ્યારે તેમનાં રોલને ફિલ્મમાં મહત્વ આપવામાં આવે. અહમદ અને મને એવો અહેસાસ થયો કે સ્ટોરી એવી છે કે જેમાં જૅકીને રોલ આપી શકાય એમ છે. મને વિશ્વાસ છે કે ફિલ્મમાં અમારો દૃષ્ટિકોણ જે પ્રકારનો છે એમાં તેમનો અગત્યનો રોલ મેળ ખાય છે. મને એ વાતની પણ ખાતરી છે કે શ્રોફના ડબલ ડોઝથી કોઈને પણ નિરાશા નહીં થાય.’


Whatsapp-channel Whatsapp-channel

24 January, 2020 02:43 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK