અઝહરુદ્દીનની ભૂમિકા કરવી પડકારરૂપ છે : ઇમરાન

Published: 1st December, 2014 04:56 IST

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટ-કૅપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનના જીવન પર બની રહેલી ફિલ્મમાં ઇમરાન હાશ્મી તેની ભૂમિકા ભજવી રહ્યો છે અને તેના મતે આ ભૂમિકા એકદમ પડકાર રૂપ છે.

ઇમરાન હાશ્મીએ કહ્યું હતું કે ‘ક્રિકેટરની જીવનકથા પર આ ફિલ્મ બને છે એથી એમાં સ્ર્પોટ્સ હશે પણ એના અંગત જીવનની ભૂમિકા પડદા પર સાકાર કરવાનું મુશ્કેલ થશે. આમ તો તેની લાઇફ કોઈ પણ સ્ર્પોટ્સ પરસન કરતાં અનોખી અને એક્સાઇટિંગ છે. જોકે માત્ર બેથી અઢી કલાકમાં આ જીવનને પડદા પર રજૂ કરવું એ પણ કપરું કામ છે. આ માટે ઘણી રિસર્ચ કરવી પડી છે, જેથી તમામ ચીજો એમાં સમાવી શકાય.’

આ ફિલ્મ એની કરીઅરને પુશ આપશે એવું માનતાં આ ઍક્ટરે કહ્યું હતું કે ‘આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ રોડ-મૅપ નથી. તમે ઈમાનદારીથી ફિલ્મો કરો. બૉક્સ-ઑફિસને હું સફળતાનો એકમાત્ર બેન્ચમાર્ક માનતો નથી. બધા કરે એમ કરવામાં હું માનતો નથી, તમે કંઈક અલગ કરો ત્યારે એમાં તમારી ફિલ્મ ફ્લૉપ જવાના પૂરેપૂરા ચાન્સ છે. આ ફિલ્મમાં મારી અંદરનો કલાકાર જોવા મળશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK