બિગ બૉસના નવા ફૉર્મેટનો ફર્સ્ટ ચૅલેન્જર બની જશે અજાઝ ખાન

Published: 30th December, 2014 05:24 IST

રિયલિટી ટીવી-શો ‘બિગ બૉસ’ની આઠમી સીઝનમાં હવે ફિલ્મમેકર ફારાહ ખાન ‘બિગ બૉસ હલ્લા બોલ’ સિરીઝ હોસ્ટ કરવાની છે.



એમાં એન્ટ્રી કરનારા ‘બિગ બૉસ’ની સાતમી સીઝનના સ્પર્ધક અને ઍક્ટર અજાઝ ખાને કહ્યું હતું કે ‘હું સુઘડ અને સંસ્કારી બની રહેવાનો તેમ જ બધાને માન આપવાનો પ્રયાસ કરીશ. શોમાં કોઈ અશોભનીય વર્તન નહીં થાય એની તકેદારી પણ રાખીશ.’

‘બિગ બૉસ’ની આઠમી સીઝનના હોસ્ટ અને ઍક્ટર સલમાન ખાને ૧૫ વીક સુધી વ્યુઅર્સને જકડી રાખ્યા બાદ હવે ૩ જાન્યુઆરીએ એ શોના પાંચ ચૅમ્પિયન્સનાં નામ જાહેર કરીને આ શોના હોસ્ટ તરીકે વિદાય લેવાનો છે. ત્યાર બાદ ‘બિગ બૉસ હલ્લા બોલ’ સિરીઝ શરૂ થશે જેની હોસ્ટ ફારાહ ખાન હશે અને આ સ્પેશ્યલ સિરીઝનો ફર્સ્ટ ચૅલેન્જર અજાઝ ખાન હશે.

અજાઝે કહ્યું હતું કે ‘બિગ બૉસ’ની સાતમી સીઝનમાં મારા ફૅન્સે મને ખૂબ જ પસંદ કર્યો હતો એથી આ સીઝનમાં મારી એન્ટ્રીને તમે પૉપ્યુલર ડિમાન્ડ કહી શકો. બિગ બૉસના બંગલામાં હું વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તરીકે નહીં પણ એક ચૅલેન્જર તરીકે એન્ટ્રી મારીશ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK