'બાલા'માં આયુષ્માન ખુરાનાને આ રીતે થવું પડતું હતું તૈયાર, જુઓ વીડિયો

Published: Nov 03, 2019, 17:12 IST | મુંબઈ ડેસ્ક

ફિલ્મમાં આયુષ્માનના કેટલા લૂક છે અને તે આની માટે કેવી રીતે તૈયાર થયો છે.

બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાના એક પછી એક હિટ ફિલ્મો પછી હવે બાલામાં જોવા મળવાનો છે. ફિલ્મ આયુષ્માન ખુરાનાના લૂકને કારણે પણ ફિલ્મ ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે એક એવા વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છે, જેના વાળ ઘટતાં જાય છે અને તેને આને કારણે લગ્નમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હવે ફિલ્મ મેકર્સે એક વીડિયો શૅર કર્યો છે, જેમાં જણાવ્યું છે કે ફિલ્મમાં આયુષ્માનના કેટલા લૂક છે અને તે આની માટે કેવી રીતે તૈયાર થયો છે.

51 સેકેન્ડ્સના આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે મેકઅપ આર્ટિસ્ટ આયુષ્માન ખુરાનાને તૈયાર કરી રહ્યા છે અને વિગ પણ બનાવી રહ્યા છે. જેમાં બાલાના લગભગ 5 લૂક બતાવવામાં આવ્યા છે અને જેમાં તેના હેન્ડસમ લૂકથી લઈને ટાલિયા થવા સુધીના લૂક સામેલ છે. આ વીડિયો મેડડૉક ફિલ્મ્સે યૂટ્યૂબ પર શૅર કર્યો છે. જેને અત્યાર સુધી એક લાખથી પણ વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.

બાલા 8 નવેમ્બરના રિલીઝ થવા જઈ રહી છે, જેમાં આયુષ્માન ખુરાનાની સાથે ભૂમિ પેડણેકર અને યામી ગૌતમની પણ મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મની સૌથી ખાસ વાત તેના જબરજસ્ત ડાયલૉગ છે. દરેક સીનમાં જીવ રેડનારા ડાયલૉગ લોકોને હસાવે પણ છે અને બાલાની સમસ્યાની ગંભીરતા પણ દર્શાવે છે. ફિલ્મનું નિર્દેશન અમર કૌશિકે કર્યું છે.

આ પણ વાંચો : વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, દરેક અવતારમાં શોભી ઉઠે છે અલીશા પ્રજાપતિ

સાથે જ આ ફિલ્મની થીમની જેમ વધુ એક ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે, જેનું નામ ઉજડા ચમન છે. આ ફિલ્મ પણ કોઇક ટાલિયા વ્યક્તિની સ્ટોરી દર્શાવે અને બન્ને ફિલ્મોના ટ્રેલરને લઈને ઘણાં વિવાદો પણ થઈ ચૂક્યા છે અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો. હવે જોવાનું એ છે કે રિલીઝ થયા પછી ફિલ્મને દર્શકોનો કેવા રિએક્શન મળે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK