Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં યાર માટે બેચેન છે ‘ગે’ આયુષ્યમાન ખુરાના

‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં યાર માટે બેચેન છે ‘ગે’ આયુષ્યમાન ખુરાના

20 January, 2020 03:21 PM IST | Mumbai Desk

‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં યાર માટે બેચેન છે ‘ગે’ આયુષ્યમાન ખુરાના

‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’માં યાર માટે બેચેન છે ‘ગે’ આયુષ્યમાન ખુરાના


આયુષ્યમાન ખુરાના અને જીતેન્દ્ર કુમારની ફિલ્મ ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’નું ટ્રેલર આજે રિલીઝ કરાયું છે. ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ના રાજ અને સિમરનની માફક આ આયુષ્યમાન અને જીતેન્દ્ર એક બીજાના પ્રેમમાં ગળાડુબ છે. જી હા, આ એક સજાતીય પ્રેમ કથા છે જેમાં હ્યુમરનો વઘાર જોરદાર રીતે કરાયો છે.

પોતાનાં પ્રેમીનાં લગ્ન પરિવારનાં દબાણ હેઠળ કોઇ છોકરી સાથે ન થઇ જાય એ માટે આયુષ્યમાન ખુરાના શું ગતકડાં કરીને રસ્તો કાઢે છે એ જોવા માટે આ ફિલ્મ જોવી રહી.




આ ફિલ્મ આયુષ્યમાન ખુરાના અને ભુમી પેડનેકરની 2017માં આવેલી ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’ની સીક્વલ છે. વારાણસીનાં બેકડ્રોપમાં કહેવાતી આ સજાતીય પ્રેમ કથામાં નીના ગુપ્તા અને ગજરાજ રાવની જોડી ફરી એકવાર પતિ પત્ની તરીકે દેખાશે. હ્યુમર હોવા છતાં ય આ ફિલ્મમાં સજાતીયતાને પુરેપુરી પ્રામાણિકતાથી દર્શાવવાનો પ્રયાસ થયો છે તેવું ટ્રેઇલર જોતા લાગે છે. બંન્ને એક્ટર્સનો એકબીજા સાથે લિપ લૉકિંગ સીન પણ છે. ‘યાર બીના ચેન કહાં રે...’ વાળું બપ્પી લાહીરીનું પ્રખ્યાત ગીત આ ફિલ્મ માટે રિ-ક્રિએટ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Amruta Khanvilkar: ફિલ્મ 'રાઝી' એક્ટ્રેસની આકર્ષિત તસવીરો પર કરો એક નજર


આયુષ્યમાન ખુરાનાએ ‘ઑફબીટ’ ફિલ્મો કરીને સફળતાનાં શીખરે સ્થાન જાળવવાનું જાણે નક્કી કર્યુ હોય તેમ લાગે છે તો જીતેન્દ્ર કુમાર આ પહેલાં ઘણી વેબ સિરીઝમાં દેખાયો છે. હિતેશ કૈવલ્યએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મનાં પ્રોડ્યુસર આનંદ એલ રાય છે . આ ફિલ્મ 21મી ફેબ્રુઆરીએ રિલીઝ થશે.

Whatsapp-channel Whatsapp-channel

20 January, 2020 03:21 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK