Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Dream Girl કલેક્શન : સાત દિવસમાં કરી આટલી કમાણી

Dream Girl કલેક્શન : સાત દિવસમાં કરી આટલી કમાણી

02 March, 2020 06:28 PM IST | મુંબઈ ડેસ્ક

Dream Girl કલેક્શન : સાત દિવસમાં કરી આટલી કમાણી

ડ્રીમ ગર્લ

ડ્રીમ ગર્લ


આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લે પહેલા અઠવાડિયમાં સુંદર કમાણી કરી છે. ટ્રેડર્સ કહે છે કે ફિલ્મ 100 કરોડ સુધી પહોંચી શકે છે. આયુષ્માન ખુરાનાની આ સતત છઠ્ઠી ફિલ્મ છે, જે બૉક્સ ઑફિસ પર હિટ માનવામાં આવી છે.

13 સપ્ટેમ્બરના રિલીઝ થયેલી ફિલ્મે ખૂબ જ સારી ઓપનિંગ કરી હતી. ફિલ્મે પહેલા શુક્રવારે 10.05 કરોડનું કલેક્શન કર્યું હતું, જે આયુષ્માન ખુરાનાના કરિઅરની સૌથી મોટી ઓપનિંગ હતી. પહેલી વાર આયુષ્માનની કોઇપણ ફિલ્મે ડબલ ડિજિટમાં ઓપનિંગ કરી છે. ટ્રેલરથી બનેલી હાઇપની અસર ફિલ્મના કલેક્શન્સ પર પછી પણ જોવા મળી, જેના કારણે ઓપનિંગ વીકએન્ડમાં ફિલ્મે સારું બિઝનેસ કર્યું હતું. શનિવારે 16.42 કરોડ અને રવિવારે 18.10 કરોડનું કલેક્શન કર્યું. પહેલા સોમવારે ડ્રીમ ગર્લે 7.43 કરોડ, મંગળવારે 7.40 કરોડ, બુધવારે 6.75 કરોડ અને ગુરુવારે 6.05 કરોડ જમા કર્યા. તેની સાથે ડ્રીમ ગર્લનું સાત દિવસનું કલેક્શન 72.20 કરોડ થઇ ગયું.




ડ્રીમ ગર્લને રાજ શાંડિલ્યે ડાયરેક્ટ કરી છે. નુસરત ભરૂચાએ ફીમેલ લીડ રોલ ભજવ્યું છે. ડ્રીમ ગર્લને ક્રિટિક્સે પણ સારી રેટિંગ આપી હતી. આયુષ્માન ખુરાનાની આ છઠ્ઠી ફિલ્મ થે, જે બૉક્સ ઑફિસ પર હિટ માનવામાં આવી રહી છે. આ પહેલા બરેલી કી બરફી, શુભ મંગલ સાવધાન, બધાઇ હો, અંધાધુન અને આર્ટિકલ 15 બૉક્સ ઑફિસ પર સફળ રહી. બધાઇ હો માટે બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ જીત્યા પછી આયુષ્માનની આ પહેલી રિલીઝ છે.


આ પણ વાંચો : બોલીવુડમાં જોવા મળતો પિતા-પુત્રીનો પ્રેમ

બીજા અઠવાડિયે બૉક્સ ઑફિસ ડ્રીમ ગર્લને પલ પલ દિલ કે પાસ, પ્રસ્થાનમ અને ધ ઝોયા ફેક્ટરની ચેતવણીનો સામનો કરવો પડશે. આ સિવાય છિછોરે પણ બૉક્સ ઑફિસ પર સારી ચાલી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

02 March, 2020 06:28 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK