Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Dream Girl: આયુષ્માનની ડ્રીમ ગર્લ પહોંચી 100 કરોડની નજીક

Dream Girl: આયુષ્માનની ડ્રીમ ગર્લ પહોંચી 100 કરોડની નજીક

23 September, 2019 01:57 PM IST | મુંબઈ ડેસ્ક

Dream Girl: આયુષ્માનની ડ્રીમ ગર્લ પહોંચી 100 કરોડની નજીક

ડ્રીમ ગર્લ

ડ્રીમ ગર્લ


આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ ફરી એકવાર ઇતિહાસ બનાવતી દેખાય છે. ટૂંક સમયમાં જ તેની આ ફિલ્મ 100 કરોડનો આંકડો પાર કરી લેશે. ફિલ્મે 10 દિવસમાં જબરજસ્ત કલેક્શન કર્યું છે.

22 સપ્ટેમ્બરે ડ્રીમ ગર્લની થિયેટરમાં 10 દિવસ પૂરા કરી ચૂકી છે. ફિલ્મે બીજા વીકએન્ડમાં જબરજસ્ત પ્રદર્શન કર્યું છે. ફિલ્મે બીજા વીકના શુક્રવારે 5.30 કરોડ, શનિવારે 9.10 કરોડ અને રવિવારે 11.05 કરોડનું કલેક્શન મેળવ્યું છે. આંકડા જોતા લાગે છે કે ડ્રીમ ગર્લ માટે દર્શકોનો ક્રેઝ ઘટતો નથી. તેથી શનિવાર અને રવિવારે ફિલ્મે લગભગ 100 ટકાનો જમ્પ આવ્યો છે. નવી રિલીઝ થયેલી ફિલ્મો પલ પલ દિલ કે પાસ, પ્રસ્થાનમ અને ધ ઝોયા ફેક્ટરની રિલીઝની ડ્રીમ ગર્લ પર કોઇ જ અસર પડી નથી. દર્શકો માટે આ ફિલ્મ અત્યારે પણ ફર્સ્ટ ચૉઇસ બનેલી છે.




બીજા વીકએન્ડના કલેક્શન સાથે ડ્રીમગર્લનું 10 દિવસનું કલેક્શન હવે 97.65 કરોડ થઈ ગયું છે, એટલે કે 100 કરોડથી માત્ર 2.35 કરોડ દૂર છે, જે આજે પાર થવાની પૂરેપૂરી શક્યતા છે. આયુષ્માનના કરિઅરની આ બીજી ફિલ્મ અને સૌથી ઝડપથી 100 કરોડ (11 દિવસમાં) કમાવનારી ફિલ્મ હશે. આ પહેલા તેની બધાઇ હો ફિલ્મે 17 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કર્યો હતો.


આ પણ વાંચો : સપના ના વાવેતરઃ જાણો આજકાલ શું કરે છે આ ધારાવાહિકના કલાકારો

ડ્રીમ ગર્લે પહેલા અઠવાડિયામાં 72.20 કરોડનું કલેક્શન કર્યું હતું, જ્યારે બીજા વીકએન્ડમાં 25.45 કરોડ જમા કર્યા છે. ડ્રીમ ગર્લને એકતા કપૂરે પ્રૉડ્યૂસ કરી છે, જ્યારે રાજ શાંડિલ્યએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં નુસરત ભરૂચાએ ફીમેલ લીડ પાત્ર ભજવ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

23 September, 2019 01:57 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK