Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bala Box Office Collection: 100 કરોડના ક્લબમાં કરી શકે છે એન્ટ્રી...

Bala Box Office Collection: 100 કરોડના ક્લબમાં કરી શકે છે એન્ટ્રી...

17 November, 2019 03:43 PM IST | Mumbai Desk

Bala Box Office Collection: 100 કરોડના ક્લબમાં કરી શકે છે એન્ટ્રી...

Bala Box Office Collection: 100 કરોડના ક્લબમાં કરી શકે છે એન્ટ્રી...


પહેલા વીકએન્ડમાં જબરજસ્ત કલેક્શન પછી આયુષ્માન ખુરાના, યામી ગૌતમ અને ભૂમિ પેડણેકર સ્ટારર ફિલ્મ 'બાલા'એ ફરી એક વાર ગતિ પકડી છે. 'મરજાંવા'ના રિલીઝ થયા પછી પણ ફિલ્મનું કલેક્શન ફરી એક વાર વધી ગયું છે. શુક્રવારે 3.76 કરોડનું કલેક્શન કરનારી ફિલ્મે શનિવારે 6.76 કરોડનું કલેક્શન કર્યું. ફિલ્મે અત્યાર સુધી કુલ 82.73 કરોડનું કલેક્શન કરી લીધું છે. ફિલ્મ માટે આગામી ટારગેટ 100 કરોડના આંકડા સુધી પહોંચવાનું રહેશે.

ફિલ્મ ક્રિટિક તરણ આદર્શ પ્રમાણે, 'બાલા' હાલ મલ્ટીપ્લેક્સમાં સારી કમાણી કરી રહી છે. ફિલ્મ ટૂંક સમયમાં જ 90 કરોડનો આંકડો પાર કરી શકે છે. ફિલ્મ બીજા અઠવાડિયામાં જ 100 કરોડની ખૂબ જ નજીક પહોંચી ગઈ છે. તરણે ટ્વીટ કરીને લખ્યું, "ફિલ્મે બીજા શુક્રવારે 3.76 કરોડ અને બીજા શનિવારે 6.73 કરોડની કમાણી કરી. ફિલ્મે અત્યાર સુધી કુલ 82.73 કરોડની કમાણી કરી છે. "




'બાલા' માટે 'મરજાંવા'ને ટક્કર માનવામાં આવતી હતી. જો કે, તેનાથી કંઇ ખાસ અસર જોવા મળી નથી. 'બાલા' જ્યાં મલ્ટીપ્લેક્સવાળા દર્શકોને પસંદ આવી રહી છે, તો 'મરજાંવા' સિંગલ સ્ક્રીન પર પોતાનો જલવો વિખેરતી દેખાય છે. રવિવારે ફિલ્મની કમાણીમાં હજી વધારે ઉછાળો જોવા મળી શકે છે. આશા છે કે ફિલ્મ ડબલ ડિજિટમાં કમાણી કરી લે.


આ પણ વાંચો : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

જણાવીએ કે ફિલ્મની શરૂઆત ખૂબ જ શાનદાર રહી હતી. ફિલ્મે પહેલા શુક્રવારે 10.15 કરોડની ઓપનિંગ લીધી, જે અત્યાર સુધીની આયુષ્માનના કરિઅરની સૌથી પહેલી મોટી ઓપનિંગ છે. ફિલ્મે પહેલા વીકએન્ડમાં 43.95 કરોડનું જબરજસ્ત કલેક્શન કર્યું. તેના પચી ફિલ્મ પહેલા અઠવાડિયામાં 72 કરોડથી વધારેનું કલેક્શન કરી લીધું છે. ગુરુ નાનક જયંતી અને રજાઓને પૂરેપૂરો લાભ ફિલ્મને મળ્યો છે. તો, હાલ કોઇ પણ ટક્કરવાળી ફિલ્મ થિયેટર્સમાં નથી. જો કે, આવતાં અઠવાડિયે રિલીઝ થતી 'પાગલપંતી' સાથે જોરદાર ટક્કર મળવાની આશા છે.

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2019 03:43 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK