Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bala Box Office Collection Day 5: બાલાના કલેક્શનમાં ભારે ઉછાળો

Bala Box Office Collection Day 5: બાલાના કલેક્શનમાં ભારે ઉછાળો

13 November, 2019 01:50 PM IST | Mumbai Desk

Bala Box Office Collection Day 5: બાલાના કલેક્શનમાં ભારે ઉછાળો

Bala Box Office Collection Day 5: બાલાના કલેક્શનમાં ભારે ઉછાળો


મંગળવારે ગુરુનાનક જયંતીની રજામાં આયુષ્માન ખુરાનાની બાલાએ જબરજસ્ત કમાણી કરી છે. ટ્રેડ જાણકારો પ્રમાણે, ફિલ્મનું પાંચ દિવસનું કલેક્શન હવે 60 કરોડની પાર થઈ ગયું છે. આની સાથે જ બાલાને હવે હિટ માનવામાં આવી રહી છે.

બાલા 8 નવેમ્બરના રિલીઝ થઈ હતી અને ફિલ્મે 10.15 કરોડની શાનદાર ઓપનિંગ લીધી હતી. તેના પછી શનિનારે 15.73 કરોડ અને રવિવારે 18.07 કરોડ જમા કરી લીધા હતા. પહેલા સોમવારે પણ બાલાની કમાણીમાં વધારે ઘટાડો થયો ન હતો અને કલેક્શન્સ 8.26 કરોડ રહ્યા. તેના પછી મંગળવારે ગુરુનાનક જયંતીની રજાનો ફિલ્મને સંપૂર્ણ ફાયદો મળ્યો અને બાલાએ 9.52 કરોડનું જબરજસ્ત કલેક્શન કર્યું. તેના પછી 5 દિવસમાં ફિલ્મના કલેક્શન્સ 61.73 કરોડે પહોંચ્યા છે. બાલા હવે સફળતાના રસ્તે આગળ વધી રહી છે અને ટ્રેડે હવે આ ફિલ્મને હિટ માનવાની શરૂ કરી દીધી.




બાલાનું નિર્દેશન અમર કૌશિકે કર્યું છે, જેની છેલ્લી ફિલ્મ સ્ત્રી કમર્શિયલી અને ક્રિટિકલી હિટ રહી હતી. બાલામાં યુવાનીમાં વાળ ખરવાની વ્યથાને કૉમિક રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના ટાઇટલ રોલમાં છે, જ્યારે ભૂમિ પેડણેકર અને યામી ગૌતમે ફીમેલ લીડ રોલ પ્લે કર્યા છે. ખાસ વાત એ છે કે આ બન્ને અભિનેત્રીઓની સાથે આયુષ્માનની આ બીજી ફિલ્મ છે. હિન્દી સિનેમામાં બન્નેએ પોતાનું એક્ટિંગ કરિઅર પણ આયુષ્માન સાથે જ શરૂ કર્યું હતું.


આ પણ વાંચો : Happy Birthday Juhi Chawla: રૅર અને યુવાનીના ફોટોઝ પર કરો એક નજર

વિકી ડોનર દ્વારા યામી અને આયુષ્માને બોલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો, જ્યારે ભૂમિએ દમ લગાકે હઇશા સાથે અભિનય શરૂ કર્યું હતું. બૉક્સ ઑફિસ પર આયુષ્માનની આ સતત સાતમી હિટ ફિલ્મ છે. આ પહેલા ડ્રીમ ગર્લ, આર્ટિકલ 15, બદાઇ હો, અંધાધુન, શુભ મંગલ સાવધાન અને બરેલી કી બર્ફી બૉક્સ ઑફિસ પર હિટ જાહેર કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2019 01:50 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK