Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Bala box office collection સો કરોડની ક્લબમાં પહોંચતા ચાહકોએ આપી વધામણી

Bala box office collection સો કરોડની ક્લબમાં પહોંચતા ચાહકોએ આપી વધામણી

23 November, 2019 03:22 PM IST | Mumbai Desk

Bala box office collection સો કરોડની ક્લબમાં પહોંચતા ચાહકોએ આપી વધામણી

Bala box office collection સો કરોડની ક્લબમાં પહોંચતા ચાહકોએ આપી વધામણી


ફિલ્મ અભિનેતા આયુષ્માન ખુરાનાની ફિલ્મ બાલાએ બૉક્સ ઑફિસ પર 100 કરોડ રૂપિયાનું વેપાર કરી લીધું છે. આ ફિલ્મે પોતાની રિલીઝના ત્રીજા અઠવાડિયામાં કુલ 100.15 કરોડની કમાણી કરી છે. આ ભારતમાં કમાણીના આંકડા છે. આના પછી તેમણે સોશિયલ મીડિયા પર વધામણી આપવાની લાઇનો લાગી છે.

ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે આંકડા રજૂ કરતા લખ્યું, 'બાલા હજી પણ બૉક્સ ઑફિસ પર ચાલી રહી છે અને મલ્ટીપ્લેક્સેસમાં હજી પણ તેની કમાણી થઈ રહી છે. શુક્રવારે આ ફિલ્મો 1.35 કરોડની કમાણી કરી છે. આ દરમિયાન બૉક્સ ઑફિસ પર બાલાની કુલ કમાણી 100.15 કરોડ થઈ ગઈ છે. આ કમાણી ભારતની છે. '




નોંધનીય છે કે ફિલ્મ બાલામાં આયુષ્માન ખુરાના, યામી ગૌતમ અને ભૂમિ પેડણેકરની મુખ્ય ભૂમિકા છે. આ ફિલ્મ ટાલિયાપણા અને રંગભેદની સ્ટોરી પર આધારિત છે. આ ફિલ્મને મજાકીયા અંદાજમાં ફિલ્માવવામાં આવી છે. ફિલ્મના માધ્યમથી એક વાર ફરી આયુષ્માન ખુરાના બૉક્સ ઑફિસ પર પોતાના ઝંડા ફરકાવવામાં સફળ રહી છે. તે સતત છેલ્લી કેટલીય ફિલ્મોથી બૉક્સ ઑફિસ પર વિશ્વસનીય કલાકાર તરીકે ઉભરી આવ્યો છે. તેની ઘણી ફિલ્મોએ બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કર્યું છે.


એટલું જ નહીં તેને ફિલ્મ અંધાધુન માટે વિકી કૌશલ સાથે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યું છે. તાજેતરમાં તેણે બાલાની સફળતા જોતાં મુંબઇમાં ફિલ્મના કાસ્ટ એન્ડ ક્રૂ સાથે પાર્ટી પણ કરી છે. ફિલ્મ બાલામાં યામી ગૌતમ અને ભૂમિ પેડણેકરની પણ મુખ્ય ભૂમિકા છે. આ બન્નેની ફિલ્મી શરૂઆત આયુષ્માન ખુરાના સાથે થઈ હતી અને ત્રણે એ પહેલી વાર એક બીજા સાથે કામ કર્યું છે.

આ પણ વાંચો : ગળાડૂબ પ્રેમમાં છે Aishwarya Majmudar, જુઓ તેના મનના માણીગર સાથેની ખાસ તસવીરો.

ફિલ્મ બાલાની સક્સેસ પાર્ટીમાં બધાંએ ખૂબ જ ડાન્સ પણ કર્યો. બધાંના ચહેરા પર ખુશી જોવા જેવી હતી. આયુષ્માન ખુરાનાએ કેટલીય વાર આ વાત જણાવી છે કે તે ફિલ્મોની પસંદગી તેની સ્ટોરી અને કહેવાના અંદાજને જોઇને કરે છે અને તેને કારણે જ તેની ફિલ્મો ચાલે પણ છે.

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2019 03:22 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK