Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગજરાજ અને નીના ગુપ્તાની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી લોકોને પસંદ છે : આયુષમાન

ગજરાજ અને નીના ગુપ્તાની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી લોકોને પસંદ છે : આયુષમાન

03 February, 2020 03:01 PM IST | New Delhi

ગજરાજ અને નીના ગુપ્તાની ઑન-સ્ક્રીન કેમિસ્ટ્રી લોકોને પસંદ છે : આયુષમાન

આયુષ્માન ખુરાના, ગજરાજ અને નીના ગુપ્તા

આયુષ્માન ખુરાના, ગજરાજ અને નીના ગુપ્તા


આયુષ્માન ખુરાનાનું માનવુ છે કે ગજરાજ રાવ અને નીના ગુપ્તાને ઑન-સ્ક્રીન પેરન્ટ્સ તરીકે લોકો ખૂબ પસંદ કરે છે. આ બન્ને ફરી એકવાર ‘શુભ મંગલ ઝ્‌યાદા સાવધાન’માં જોવા મળવાનાં છે. આ ફિલ્મમાં તેઓ આયુષ્માનનાં પાર્ટનર જીતેન્દ્ર કુમારનાં પેરન્ટ્સ બન્યા છે. ૨૧ ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ ફિલ્મમાં આયુષ્માન ગેનાં પાત્રમાં જોવા મળશે. આયુષ્માનને ગજરાજ રાવ અને નીના ગુપ્તા સાથે ફરી કામ કરવાની ખૂબ ખુશી છે. આ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘ગજરાજ સર અને નીનાજીને દર્શકો ઑન-સ્ક્રીન પેરન્ટ્સ તરીકે ખૂબ પ્રેમ કરે છે. ‘શુભ મંગલ ઝ્‌યાદા સાવધાન’માં તેમની અગત્યની ભૂમિકા હોવાથી હું ખૂબ ખુશ છું. તેમણે પોતાનાં પર્ફોર્મન્સથી લોકોનાં દિલ જીત્યા છે. ‘બધાઇ હો’માં તેમની કેમિસ્ટ્રી શાનદાર રહી હતી. ‘શુભ મંગલ ઝ્‌યાદા સાવધાન’માં તેમની સાથે ફરી કામ કરવાની તક મળતા હું ખૂબ એક્સાઇટેડ થઈ ઉઠ્યો હતો. આ વખતે અમારા સંબંધો થોડા અલગ રહેવાનાં છે. તેઓ મારા ઑન-સ્ક્રીન પાર્ટનરનાં પેરન્ટ્સ બન્યા છે. જોકે અમારી વચ્ચેની ઍનરજી અદ્ભુત છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2020 03:01 PM IST | New Delhi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK