Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી ફિલ્મનું ટ્રેલર મારા પેરન્ટ્સને ખૂબ પસંદ પડ્યું છે : આયુષ્માન

મારી ફિલ્મનું ટ્રેલર મારા પેરન્ટ્સને ખૂબ પસંદ પડ્યું છે : આયુષ્માન

23 January, 2020 01:51 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

મારી ફિલ્મનું ટ્રેલર મારા પેરન્ટ્સને ખૂબ પસંદ પડ્યું છે : આયુષ્માન

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના


આયુષ્માન ખુરાનાએ પોતાની ફિલ્મોની પસંદગીથી એક અલગ જ છાપ ઊભી કરી છે. તેની આગામી ફિલ્મ ‘શુભ મંગલ ઝ‌્યાદા સાવધાન’ પણ એમાંથી બાકાત નથી. સજાતિય સંબંધોની વિશેની આ ફિલ્મનું ટ્રેલર દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યું છે અને એમાં તેના પેરન્ટ્સનો પણ સમાવેશ થાય છે. આયુષ્માન જ્યારે પણ હટકે ફિલ્મ પસંદ કરે છે ત્યારે તે બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવે છે. તે હવે આનંદ એલ. રાયના પ્રોડક્શન-હાઉસની આ ફિલ્મમાં ગે વ્યક્તિના પાત્રમાં જોવા મળશે. આયુષ્માન પહેલાં અભિષેક બચ્ચન અને જૉન એબ્રાહમે ‘દોસ્તાના’માં પણ ગે હોવાની ઍક્ટિંગ કરી હતી, પરંતુ ફિલ્મમાં પણ તેઓ ઍક્ટિંગ કરતાં જોવા મળ્યાં હતાં. એમેઝોન પ્રાઇમ વિડિયોના વેબ શો ‘મૅડ ઇન હૅવન’માં પહેલી વાર એક ગે વ્યક્તિને નોર્મલ વ્યક્તિ તરીકે દેખાડવામાં આવ્યો હતો. હવે આયુષ્માન પણ ગે વ્યક્તિ નોર્મલ હોય છે એનો મૅસેજ આપતી ફિલ્મ લઈને આવી રહ્યો છે. સોસાયટીમાં ગે વ્યક્તિને પૂરતું માન-સન્માન નથી મળતું અને તેમને અલગ નજરે જોવામાં આવે છે ત્યારે બૉલીવુડનો લીડિંગ હીરો આયુષ્માને આવું પાત્ર ભજવવાની હિમ્મત કરી છે. આ ટ્રેલર વિશે તેના પેરન્ટ્સ (પિતા પી. ખુરાના અને મમ્મી પૂનમ)ના રિએક્શન વિશે પૂછતાં આયુષ્માને કહ્યું હતું કે ‘મેં જ્યારે તેમને ફિલ્મનું ટ્રેલર બતાવ્યું ત્યારે તેમને ખૂબ જ પસંદ પડ્યું હતું. તેઓ વારંવાર એ જોઈને હસી રહ્યાં હતાં. તેમના રિએક્શનથી હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો હતો કારણ કે મારી ફિલ્મનો વિષય અને મારું પાત્ર તેમની સાથે કનેક્ટ થયું હતું એ હું સમજી ગયો હતો.’

સજાતીય સંબંધ વિશેની ફિલ્મ કરવા વિશે તેના પેરન્ટ્સને ગર્વ છે એ વિશે જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘હું જ્યારે પણ કોઈ ફિલ્મ કરવાનું નક્કી કરું છું ત્યારે એ વિશે મારા પેરન્ટ્સ સાથે ચર્ચા કરું છું. ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન’ કરવા વિશે મેં તેમને જ્યારે કહ્યું હતું ત્યારે મને ખૂબ જ સપોર્ટ મળ્યો હતો. સોસાયટીને સ્ટ્રૉન્ગ મૅસેજ આપતી ફિલ્મને પસંદ કરવા માટે તેમને મારા પર ગર્વ છે એવું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ફિલ્મ સોસાયચી માટે ખૂબ જ મહત્ત્વની છે ખાસ કરીને પેરન્ટ્સ માટે કારણ કે આ ફિલ્મ દ્વારા તેમના બાળકનો ઉછેર કેવી રીતે કરવો એનો તેમને મૅસેજ મળે.’


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2020 01:51 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK