આયુષ્માન ખુરાનાએ 'આર્ટિકલ 15'માં તેના લૂકને લઈને જણાવી આ રસપ્રદ વાત

Updated: Jun 08, 2019, 16:15 IST

આયુષ્માન ખુરાનાએ ફિલ્મમાં તેના રોલને લઈને વાત કરી હતી. આયુષ્માન પહેલીવાર પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યા છે જેને લઈને તેમણે ખાસ તૈયારી કરી હતી.

ફિલ્મ આર્ટિકલ 15માં આયુષ્માન
ફિલ્મ આર્ટિકલ 15માં આયુષ્માન

બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાના તેની આગામી ઈન્વેસ્ટીગેટિવ ડ્રામા ફિલ્મ આર્ટિકલ 15ના પોતાના રોલને લઈને રસપ્રદ વાત કહી છે. આયુષ્માન ખુરાના ફિલ્મ આર્ટિકલ 15માં બોલ્ડ પોલીસ ઓફિસરનો રોલ નિભાવી રહ્યો છે. આયુષ્માન ખુરાનાએ ફિલ્મમાં તેના રોલને લઈને વાત કરી હતી. આયુષ્માન પહેલીવાર પોલીસ ઓફિસરનો રોલ કરી રહ્યા છે જેને લઈને તેમણે ખાસ તૈયારી કરી હતી.

ફિલ્મમા પોતાના રોલને લઈને વાત કરતા આયુષ્માન ખુરાનાએ કહ્યું હતું કે, મે અનુભવ સિન્હાની ફિલ્મ આર્ટિકલ 15 માટે એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં રિયલ લાઈપ પોલીસ ઓફિસર સાથે મુલાકાત કરી હતી. સિલ્વર સ્ક્રીન પર પોલીસ ઓફિસરનો પરફેક્ટ રોલ માટે આયુષ્માન ખુરાના વરિષ્ઠ આઈપીએસ ઓફિસર મનોજ માલવીયની મુલાકાત કરી હતી. આયુષ્માન મનોષ માલવીયને વારંવાર મળતા અને તેમની બોડી લેન્ગવેજ, સટાઈલને સમજવાનો પ્રયત્ન કરતો. આયુષ્માન આપીએસ ઓફિસરની દિનચર્યાને સમજતો હતો

ફિલ્મના ટ્રેલરમા સમાજના વિભિન્ન ભાગોમાં સામાજિક ભેદભાવ સામે પોતાની અવાજ ઉઠાવનાર બાબા સાહેબ આંબેડકરની એક ઝલકે દર્શકો વચ્ચે ઉત્સુકતા ઉભી કરી હતી. ફિલ્મ સમાજની ઐતિહાસિક ઈવેન્ટની સફર કરાવશે ફિલ્મ વાસ્તવિક જીવન પર આધારિત છે. ટ્રેલર સમાજના અલગ અલગ મુદ્દાઓ સાથે જોડાયેલા અપરાધોની યાદ કરાવે છે.

આ પણ વાંચો: મંદિરમાં કંઈક આવા અવતારમાં દેખાયા રણબીર અને આલિયા

ફિલ્મની સ્ટોરીમાં ક્રૂર સમૂહમાં બળાત્કાર અને દલિતો વિરુદ્ધ ગુનાખોરીઓ પ્રદર્શિત થાય છે અને તે પણ વધુ રસપ્રદ બનાવે છે અને આ જ કારણ છે કે દર્શકોને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આયુષ્યમાન ફિલ્મમાં એક પોલીસની મુખ્ય ભૂમિકા સાથેની વાર્તામાં એક બહાદુર વ્યક્તિ તરીકે ઉભરતા નજર આવશે. અનુભવ સિન્હા ડિરેક્ટેડ ફિલ્મ આર્ટિકલ 15 27 જૂને રિલીઝ થવા જઈ રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK