Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાલા પૈસાવસૂલ એન્ટરટેઇનર પુરવાર થશે : આયુષ્માન ખુરાના

બાલા પૈસાવસૂલ એન્ટરટેઇનર પુરવાર થશે : આયુષ્માન ખુરાના

13 October, 2019 02:24 PM IST | મુંબઈ

બાલા પૈસાવસૂલ એન્ટરટેઇનર પુરવાર થશે : આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના

આયુષ્માન ખુરાના


આયુષ્માન ખુરાનાનું માનવું છે કે તેની ‘બાલા’ લોકોને પૈસાવસૂલ એન્ટરટેઇનમેન્ટ પૂરુ પાડશે. આ ફિલ્મમાં આયુષ્માને એવી વ્યક્તિની ભૂમિકા ભજવી છે જેના સમય પહેલાં વાળ જતા રહ્યા છે. ફિલ્મની સ્ટોરી રિયલ લાઇફ પર આધારિત છે. ફિલ્મને દિનેશ વિજને પ્રોડ્યુસ અને ‘સ્ત્રી’ના ડિરેક્ટર અમર કૌશિકે ડિરેક્ટ કરી છે. ૮ નવેમ્બરે રિલીઝ થનારી આ ફિલ્મમાં ભૂમિ પેડણેકર અને યામી ગૌતમ પણ અગત્યની ભૂમિકામાં જોવા મળવાની છે.

‘બાલા’ વિશે જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘આજે કન્ટેન્ટને જ અગત્યની ગણવામાં આવે છે એવામાં ‘બાલા’ લોકોને જરૂર પસંદ પડશે. સાથે જ એ દેશના લોકોને પણ મનોરંજન પૂરું પાડશે. આ મારી બેસ્ટ ફિલ્મ છે અને મને ગર્વ છે કે મારી ફિલ્મોગ્રાફીમાં ‘બાલા’નો પણ સમાવેશ થયો છે. સ્ક્રિપ્ટ વાંચીને હું ખૂબ આકર્ષિત થયો હતો. તે ખૂબ જ ફની, વ્યંગાત્મક અને લાગણીથી ભરપૂર છે. એવું કહી શકાય કે ફિલ્મ એના સ્થાને યોગ્ય છે. સારા સિનેમાના ચાહકો માટે આ ફિલ્મમાં બધું જ જોવા મળશે.



આ પણ વાંચો : લાલ કપ્તાન કરીનાને પસંદ પડે એવી ફિલ્મ નથી : સૈફ અલી ખાન


મને પૂરી ખાતરી છે કે લોકોને આ ફિલ્મ પૈસાવસૂલ એન્ટરટેઇનમેન્ટ પૂરું પાડશે. સાથે જ સમાજ સાથે જોડાયેલી અને વિચારાત્મક ફિલ્મ છે. ફિલ્મમાં દર્શકોને મનોરંજન પીરસવાની સાથે જ એક સંદેશ પણ આપવામાં આવશે. આશા રાખું છું કે લોકો મારી અન્ય ફિલ્મોની જેમ આ ફિલ્મને પણ એટલો જ પ્રેમ અને પ્રશંસા આપશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2019 02:24 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK