આયુષ્માન ખુરાનાને નૉર્થ-ઈસ્ટમાં જે પ્રેમ મળી રહ્યો છે એનાથી તે ખૂબ જ ખુશ છે. તે હાલમાં ત્યાં અનુભવ સિંહા સાથેની ‘અનેક’નું શૂટિંગ કરી રહ્યો છે. ફિલ્મના સેટ પર રોજના ઓછામાં ઓછા ૪૦-૫૦ લોકો તેને મળવા અને શૂટિંગ જોવા માટે આવી જાય છે. તેને હાલમાં જ ઘણાં બાળકો મળવા માટે આવ્યાં હતાં. તેમને મળ્યા બાદ આયુષ્માને કહ્યું હતું કે ‘નૉર્થ-ઈસ્ટના લોકોને મળીને તેમણે મને જે પ્રેમ આપ્યો છે એને લઈને હું ગદ્ગદ થઈ ગયો છું. મારા ‘અનેક’ના સેટ પર આવીને જે લોકોએ મને શુભેચ્છા પાઠવી એ દરેકને મળવાની મેં કોશિશ કરી છે. મને એ જાણીને ખુશી થઈ હતી કે તેઓ મારી ફિલ્મોને પસંદ કરે છે. હું શૉટની વચ્ચે અને શૂટિંગ પૂરું થયા બાદ જ્યારે સમય મળે ત્યારે તેમને મળવાની કોશિશ કરતો હતો. અહીંના લોકો પાસેથી મને જે પ્રેમ મળ્યો છે એ હંમેશાં મારી સાથે રહેશે અને મને મોટિવેટ કરતો રહેશે જેથી હું મારા દેશને વધુ સારી રીતે એન્ટરટેઇન કરી શકું.’
આ ફિલ્મો બાદ જાણ થઈ કે લોકોની પસંદગી હવે બદલાઈ ગઈ છે:આયુષ્માન ખુરાના
1st March, 2021 13:23 ISTTotal Timepaas: કપિલ શર્માની દીકરીની તસવીર, કંગના જગન્નાથનાં દર્શને અને વધુ
20th February, 2021 13:31 ISTઆયુષ્માન માટે શાહરુખ અને રાયન રેનૉલ્ડ્સના ઍક્શન-ડિરેક્ટરને પસંદ કરવામાં આવ્યો
18th February, 2021 13:23 ISTભવાં તંગ કરવાનો નહીં, ટ્રીમ કરવાનો છે ટ્રેન્ડ
15th February, 2021 10:47 IST