Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રજાસત્તાક દિનની સાથે LGBTQને સેલિબ્રેટ કરતો આયુષ્માન ખુરાના

પ્રજાસત્તાક દિનની સાથે LGBTQને સેલિબ્રેટ કરતો આયુષ્માન ખુરાના

26 January, 2020 03:26 PM IST | Mumbai Desk

પ્રજાસત્તાક દિનની સાથે LGBTQને સેલિબ્રેટ કરતો આયુષ્માન ખુરાના

પ્રજાસત્તાક દિનની સાથે LGBTQને સેલિબ્રેટ કરતો આયુષ્માન ખુરાના


આયુષ્માન ખુરાના પ્રજાસત્તાક દિનની સાથે LGBTQ (લેસ્બિયન, ગે, બાઇસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર ઍન્ડ ક્વિઅર)કોમ્યુનિટીને પણ સેલિબ્રેટ કરી રહ્યો છે. સોશ્યલ ફિલ્મો કરવા માટે જાણીતો આયુષ્માન ‘આર્ટિકલ ૧૫’થી હવે સેક્શન ૩૭૭ તરફ વળી રહ્યો છે. જાતીને લઈને ઊંચ-નીચ પર વાત કર્યા બાદ હવે તે સેમ-સેક્સ જેન્ડર વિશે વાત કરતો જોવા મળશે. તેની આગામી ફિલ્મ ‘શુભ મંગલ ઝ્‌યાદા સાવધાન’માં તે ગેનું પાત્ર ભજવી રહ્યો છે. આ વિશે આયુષ્માન કહે છે, ‘સમાજમાં કોઈ સારી અસર પડે અથવા તો એ વિષય પર ચર્ચા શરૂ થાય એવા સોશ્યલી રિલેવન્ટ વિષયને પસંદ કરવું મને ગમે છે. સોશ્યલી હું ખૂબ જ જાગરુક સિટિઝન છું. મેં સ્ટ્રીટ થિયેટર પણ કર્યું છે, જેમાં હવે સામાજિક મુદ્દાને ખૂબ જ મહત્ત્વ આપ્યું હતું. હું જે પ્રકારની ફિલ્મો કરી રહ્યો છું એ મારા થિયેટરના દિવસોનું એક્સટેન્શન કહીં શકાય.’

૭૧માં પ્રજાસત્તાક નિમત્તે તેણે એક સ્પેશ્યલ ફોટોશૂટ કરાવ્યું છે જેમાં એક હાથમાં રાષ્ટ્રધ્વજ અને બીજા હાથમાં LGBTQ કોમ્યુનિટીનો ધ્વજ છે. આ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘હોમોસેક્સુયઆલિટી અને LGBTQની વાત આવે ત્યારે આપણે પણ પ્રોગ્રેસિવ વિચારધારા ધરાવીએ છીએ અને આપણને ભારતીય હોવાનો ગર્વ છે. સેક્શન ૩૭૭ વિરુદ્ધ કાયદો પસાર થઈ ગયો છે અને આપણને એના પર આપણને ગર્વ હોવો જોઈએ.’


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2020 03:26 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK