'તારક મહેતા..' શૉમાં નજર આવી ચૂક્યા છે આયુષ્માન ખુરાના, આવી હતી એન્ટ્રી

Published: Jul 21, 2020, 11:52 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આયુષ્માન ખુરાના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં ત્યારે નજર આવ્યા હતા, જ્યારે તેઓ ફિલ્મોમાં પણ આવ્યા નહોતા.

આયુષ્માન ખુરાના તારક મહેતા શૉમાં નજર આવી ચૂક્યા છે
આયુષ્માન ખુરાના તારક મહેતા શૉમાં નજર આવી ચૂક્યા છે

સબ ટીવીનો સૌથી કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ લોકોનું 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. ઘણા બૉલીવુડ સ્ટાર્સ પોતાની ફિલ્મોના પ્રમોશન માટે સીરિયલમાં નજર આવી ચૂક્યા છે. પણ શું તમે જાણો છો કે બૉલીવુડ એક્ટર આયુષ્માન ખુરાના (Ayushmann Khurrana)પણ આ શૉમાં નજર આવી ચૂક્યા છે.

આયુષ્માન ખુરાના તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉમાં ત્યારે નજર આવ્યા હતા, જ્યારે તેઓ ફિલ્મોમાં પણ આવ્યા નહોતા. હકીકતમાં, 2009માં એક્ટરે આ ટીવીનો સેટ એટલે ગોકુલધામ સોસાયટીમાં એન્ટ્રી મારી હતી અને સીરિયલમાં નજર આવ્યા હતા. તે સમય દરમિયાન આયુષ્મના ખુરાના હોસ્ટ કરતા હતા અને ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થઈ રહી હતી. આયુષ્માન ખુરાના આ પ્રોફેશનલ T-20 ક્રિકેટ લીગથી પહેલા આવતા શૉને હોસ્ટ કરતા હતા. આ લીગને પ્રમોટ કરવા તેઓ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ના સેટ પર ગયા હતા.

આ પણ જુઓ : Bhavya Gandhi: તારક મહેતા...શૉનો તોફાની 'ટપુડો' હાલ દેખાય છે આવો

આયુષ્માન ખુરાનાએ 2009માં તારક મહેતા કા ઉલ્ટ ચશ્માના સેટ પર હાજરી થઈ હતી. એના લગભગ ત્રણ વર્ષ બાદ એમણે બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. જણાવી દઈએ કે તારક મહેતા શૉના નવા એપિસોડ્સ કાલથી એટલે 22 જૂલાઈ સાંજે 8:30 વાગ્યે ટીવી પર આવશે. કોરોના વાઈરસના કારણે થયેલા લૉકડાઉનના કારણથી લગભગ ચાર મહિના સુધી શૉની શૂટિંગ બંધ હતી.

આ પણ જુઓ : અનુપમ ખેર સાથે પણ એક્ટિંગ કરી ચૂક્યા છે 'પત્રકાર પોપટલાલ'

નિર્માતા આસિતકુમાર મોદીએ કહ્યું કે કાસ્ટ અને ક્રૂની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં એમને ઘણો લાંબો સમય લાગ્યો. જ્યારે ટીવીની દુનિયામાં શૂટિંગ શરૂ થઈને 15 દિવસ વીતી ચૂક્યા હતા ત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમે કામ શરૂ કર્યું. હમણા પણ આ ટીમના કેટલાક કલાકાર સેટ પર પહોંચ્યા નથી અને તેમની સેટ પર આવવાની રાહ જોઈ રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK