વડોદરામાં જન્માષ્ટમી ઉજવશે આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા

Published: Aug 21, 2019, 14:20 IST | મુંબઈ

આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ડ્રીમગર્લનું ટ્રેલર અને ગીતો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આયુષ્માનના હટકે રોલથી ફેન્સ પણ ખુશખુશાલ છે, અને હવે બધા જ ફેન્સ પૂજાને ઓનસ્ક્રીન મળવા માટે તૈયાર છે.

આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા
આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા

આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ ડ્રીમગર્લનું ટ્રેલર અને ગીતો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. આયુષ્માનના હટકે રોલથી ફેન્સ પણ ખુશખુશાલ છે, અને હવે બધા જ ફેન્સ પૂજાને ઓનસ્ક્રીન મળવા માટે તૈયાર છે. આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. બંને એક્ટર્સ દેશભરમાં ફરીને પોતાની ફિલ્મને પ્રમોટ કરી રહ્યા છે.

ત્યારે પ્રમોશનના ભાગરૂપે જ આ જોડી ગુજરાત પણ આવી રહી છે. આયુષ્માન ખુરાના અને નુસરત ભરૂચા ગુજરાતમાં જન્માષ્ટમી પણ ઉજવવાના છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મના રાધે રાધે ગીતમાં પણ આયુષ્માન ખુરાના કૃષ્ણના ગેટ અપમાં દેખાયા હતા. ત્યારે મળતી માહિતી પ્રમાણે આયુષ્માન અને નુસરત વડોદરામાં દહીં હાંડી કરશે. વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં ગુરુવારની બપોરે આ બંને સ્ટાર્સ જન્માષ્ટમી ઉજવશે.

ડ્રીમ ગર્લમાં આયુષ્માન ખુરાના ફિલ્મમાં એક કોલ સેન્ટરમાં કામ કરે છે જે છોકરીના અવાજમાં કોલર્સને લુભાવે છે. આ સિવાય આયુષ્માન ફરી રામલીલામાં નોટંકી કરતા જોવા મળશે.આયુષ્માન ખુરાના ફિલ્મમાં રામલીલા અને મહાભારતના મંચ પર ફીમેલ રોલ નિભાવશે. ફિલ્મનું ડિરેક્શન રાજ શાંડિલ્યએ કર્યું છે જ્યારે પ્રોડક્શન એકતા કપૂરે કર્યું છે. ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે નુસરત ભરૂચા જોવા મળશે. આયુષ્માન ખુરાના તેની ફિલ્મોના અનોખા કોન્સેપ્ટ માટે જાણીતો છે. વિક્કી ડોનર હોય કે બધાઈ હો, અંધાધૂન હોય કે આર્ટિકલ 15 દર્શકોને હમેશા નવા કોન્સેપ્ટ સાથે રૂબરૂ કરાવે છે આયુષ્માન ખુરાના.

આ પણ વાંચોઃ પ્રેમના રંગે રંગાઈ સિંગર ઐશ્વર્યા મજમુદાર, આ ફોટોઝ છે સાબિતી

નેશનલ એવોર્ડ જીત્યા પછી આયુષ્માન ખુરાના તૈયાર છે તેની ફિલ્મ ડ્રીમ ગર્લ માટે. હાલમાં એક ઈન્ટરવ્યુમાં વાત કરતા કહ્યું હતું કે, ફિલ્મના 25 ટકા ભાગમાં તેણે છોકરીના અવાજમાં વાત કરી છે જો કે રેડિયો બેકગ્રાઉન્ડ હોવાના કારણે તેને ખાસ સમસ્યાનો સામનો કરવો પડ્યો નહી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK