Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ગુલાબો-સિતાબોમાં બિગબી સાથે આયુષ્માન ખુરાનાનો ફર્સ્ટ લૂક રિલીઝ

ગુલાબો-સિતાબોમાં બિગબી સાથે આયુષ્માન ખુરાનાનો ફર્સ્ટ લૂક રિલીઝ

30 October, 2019 03:28 PM IST | મુંબઈ ડેસ્ક

ગુલાબો-સિતાબોમાં બિગબી સાથે આયુષ્માન ખુરાનાનો ફર્સ્ટ લૂક રિલીઝ

ગુલાબો-સિતાબોમાં બિગબી સાથે આયુષ્માન ખુરાનાનો ફર્સ્ટ લૂક રિલીઝ


ગુલાબો-સિતાબોમાં બિગબી સાથે આયુષ્માન ખુરાનાનો ફર્સ્ટ લૂક રિલીઝફિલ્મ અભિનેતા આયુષ્માન ખુરાના બિગબી અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ગુલાબો-સિતાબોમાં જોવા મળશે. આ વાતની જાહેરાત ખૂબ જ પહેલા થઈ ગઈ હતી પણ હવે આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચનની એક તસવીર શૅર કરવામાં આવી છે. જેમાં અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાને ફિલ્મના ગેટઅપમાં જોઈ શકાય છે.




આ તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરતાં ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે લખ્યું છે, "ગુલાબો-સિતાબોની નવી રિલીઝ ડેટ આવી છે અને હવે આ ફિલ્મ 28 ફેબ્રુઆરીના રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને આયુષ્માન ખુરાનાની મુખ્ય ભૂમિકા હશે. આ ફિલ્મનું નિર્દેશન શુજિત સરકાર કરી રહ્યા છે. ફિલ્મમાંથી આયુષ્માન ખુરાનાનો ફર્સ્ટ લૂક આવી ગયો છે."

આ પણ વાંચો : જુઓ કેટરીના કૈફ સાથે કામ કરી ચુકેલી કિંજલ રાજપ્રિયાના મનમોહક અંદાજ


આ ફિલ્મ દ્વારા પહેલી વાર હશે, જ્યારે આયુષ્માન ખુરાના અને બિગ બી અમિતાભ બચ્ચન એક સાથે પડદા પર જોવા મળશે. અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં એક વૃદ્ધ વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા છે. અમિતાભ બચ્ચનને આજ સુધી આ લૂકમાં પેહલા ક્યારેય જોવામાં આવ્યા નથી. આ ફિલ્મના નામથી લઈને કાસ્ટિંગ સુધી અનેક વસ્તુઓ રસપ્રદ લાગે છે. આ ફિલ્મ 28 ફેબ્રુઆરીના રિલીઝ થવાની વાત કરીને તરણ આદર્શે એ પણ જણાવ્યું કે આ ફિલ્મ પોતાના નક્કી કરેલા સમય પહેલા રિલીઝ થઈ રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

30 October, 2019 03:28 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK