ભૂમિ પેડનેકરને જન્મદિવસ પર સરપ્રાઈઝ આપવા પહોંચ્યો આયુષ્માન

Published: Jul 19, 2019, 17:00 IST | મુંબઈ

ભૂમિ પેડનેકરને તેના જન્મદિવસ પર આયુષ્માન ખુરાનાએ ખાસ સરપ્રાઈઝ આપી. ભૂમિ અને આયુષ્માન ખાસ મિત્રો છે.

ભૂમિ પેડનેકરને જન્મદિવસ પર સરપ્રાઈઝ આપવા પહોંચ્યો આયુષ્માન
ભૂમિ પેડનેકરને જન્મદિવસ પર સરપ્રાઈઝ આપવા પહોંચ્યો આયુષ્માન

ક્યૂટેસ્ટ ઓન-સ્ક્રીન કપલમાંથી એક આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર ખૂબ જ સારા મિત્રો પણ છે. ગઈકાલે રાત્રે, ભૂમિ પેડનેકરના જન્મદિવસે આયુષ્માને ખાસ પોતાની ફિલ્મ ગુલાબો સિતાબોના સેટ પરથી તેની મુલાકાત લીધી.

સૂત્રએ આપેલી માહિતી પ્રમાણે, "આયુષ્માન અને ભૂમિ બંને લખનઊમાં શૂટિંગ કરી રહ્યા છે. આયુષ્માન ગુલાબો સિતાબોનું શૂટિંગ કરી રહ્યા છે. જેમાં અમિતાભ બચ્ચન પણ છે. જ્યારે ભૂમિ કાર્તિક આર્યન અને અનન્યા પાંડે સાથે પતિ, પત્ની ઔર વોનું શૂટિંગ કરી રહ્યા છે. આયુષ્માન ભૂમિને સરપ્રાઈઝ આપવા માંગતા હતા. અને તેણે જાણી લીધું કે ફિલ્મની કાસ્ટ અને ક્રૂ ભૂમિનો બર્થ ડે ક્યારે સેલિબ્રેટ કરી રહી છે. એ દિવસનું શૂટ ખતમ કરીને આયુષ્માન ત્યાં પહોંચ્યો જ્યા પતિ, પત્નીની ક્રૂ ભૂમિનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા હતા. "

 
 
 
View this post on Instagram

@bhumipednekar 🖤 #BirthdayBash 😍😍😍

A post shared by Mid-Day Gujarati (@middaygujarati) onJul 19, 2019 at 3:45am PDT


આંતરિક સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, "ભૂમિ પહેલા સરપ્રાઈઝ થઈ ગઈ હતી. તે જાણીને ખુશ થઈ કે તેનો ખાસ મિત્ર આયુષ્માન પણ ત્યાં હશે. તેને જોઈને ભૂમિ ખુબ જ ખુશ થઈ અને તેના જન્મદિવસની ઉજવણી ખાસ બની ગઈ. આયુષ્માન ત્યાં ભાઈ અપારશક્તિ ખુરાના સાથે પહોંચ્યા. જ્યારે કાર્તિક આર્યન અને અનન્યા પાંડે ત્યાં હાજર હતા. કેક કાપ્યા બાદ બધા ખૂબ જ નાચ્યા. આમ આયુષ્માને ખાસ દોસ્ત ભૂમિનો જન્મદિવસ ખાસ બનાવી દીધો."

આ પણ જુઓઃ જાણો હાલ શું કરી રહ્યા છે 'દેશ રે જોયા દાદા પરદેશ જોયા'ના કલાકારો

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK