Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઊંઘમાં રૉન્ગ નંબર ડાયલ કરી દે છે આયુષમાન

ઊંઘમાં રૉન્ગ નંબર ડાયલ કરી દે છે આયુષમાન

10 September, 2012 06:17 AM IST |

ઊંઘમાં રૉન્ગ નંબર ડાયલ કરી દે છે આયુષમાન

ઊંઘમાં રૉન્ગ નંબર ડાયલ કરી દે છે આયુષમાન




‘વિકી ડોનર’ ફેમ આયુષમાન ખુરાના આજકાલ રોહન સિપ્પીની આગામી ફિલ્મ માટે કલાકો સુધી કામ કરી રહ્યો હોવાથી ખૂબ થાકી જાય છે. તેની ઊંઘ પણ પૂરી થતી નથી એટલે અસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રેયા ઑબેરૉયને એની સાઇડ-ઇફેક્ટ્સ જોવા મળે છે. એવું જાણવા મળેલું કે આયુષમાન સવારે ૮ વાગ્યે એટલો ઊંઘમાં હતો કે શ્રેયા ઑબેરૉયને ફોન કરવાને બદલે તેણે સિંગર શ્રેયા ઘોષાલને ફોન જોડી દીધો હતો.





આયુષમાન સાઉથ મુંબઈની એક હોટેલમાં રોકાયો છે અને તેણે સવારે ૮ વાગ્યે ઊઠીને અસિસ્ટન્ટ ડિરેક્ટર શ્રેયાને ફોન કરીને એ દિવસના શૂટિંગ-શેડ્યુલ જાણી લેવાના હોય છે. દરમ્યાન ઊંઘમાં ને ઊંઘમાં આયુષમાને શ્રેયા ઘોષાલને ફોન લગાવી દીધો હતો. શ્રેયા અને આયુષમાન એકમેકને બહુ જાણતાં નથી, પણ માઇક્રોબ્લૉગિંગ સાઇટ ટ્વિટર પર એકબીજાને ફૉલો કરે છે. આ પહેલાં એક ટીવી-શોમાં બન્ને ભેગાં થયેલાં. રૉન્ગ નંબર ડાયલ કરવા વિશે આયુષમાન કહે છે, ‘હું એટલો ઊંઘમાં હતો કે મેં કઈ શ્રેયાને ફોન કર્યો છે એની ખબર જ નહોતી પડી.’


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2012 06:17 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK