Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'શુભ મંગલ સાવધાન'ની સિક્વલની જાહેરાત, આ હશે ફિલ્મની સ્ટોરી

'શુભ મંગલ સાવધાન'ની સિક્વલની જાહેરાત, આ હશે ફિલ્મની સ્ટોરી

09 May, 2019 03:58 PM IST | મુંબઈ

'શુભ મંગલ સાવધાન'ની સિક્વલની જાહેરાત, આ હશે ફિલ્મની સ્ટોરી

'શુભ મંગલ સાવધાન'ની સિક્વલની જાહેરાત, આ હશે ફિલ્મની સ્ટોરી


એક્ટર આયુષ્માન ખુરાનાએ ફરી એકવાર ફિલ્મો માટે સંવેદનશીલ વિષય પસંદ કર્યો છે. વિકી ડોનર ફિલ્મમાં સ્પર્મ ડોનેશન જેવા સબ્જેક્ટથી ડેબ્યુ કર્યા બાદ આયુશ્માનની દરેક ફિલ્મોના સબ્જેક્ટ કંઈક જુદા જ રહ્યા છે. શુભ મંગલ સાવધાનમાં ઈરેક્ટલ ડિસ્ફંક્શન, બધાઈ હોમાં મોટી ઉંમરે બાળકનો જન્મ જેવા સબ્જેક્ટ પરની ફિલ્મોમાં આયુષ્માન ખુરાના કામ કરી ચૂક્યા છે.




 

હવે આયુષ્માન શુભ મંગલ સાવધાનની સિક્વલમાં પણ આવો જ એક સબ્જેક્ટ લઈને આવી રહ્યા છે. આયુષ્માન ખુરાનાએ ટ્વિટ કરીને શુભ મંગલ સાધવાનની સિક્વલ શુભ મંગલ ઝ્યાદા સાવધાનની જાહેરાત કરી છે. આ ફિલ્મમાં આયુષ્માન ફરી એકવાર ડિરેક્ટર પ્રોડ્યુસર આનંદ એલ રાય સાથે કામ કરવા જઈ રહ્યા છે. આ ફિલ્મને હિતેશ કેવલ્યા ડિરેક્ટ કરશે. શુભ મંગલ ઝ્યાદા સાવધાન ફિલ્મમાં સમલૈંગિક્તાના વિષય પરની સ્ટોરી હશે.


આ પણ વાંચોઃ બોલીવુડથી લઈને હોલીવુડના સિતારાઓ ઉતર્યા મેટ ગાલાના પિંક કાર્પેટ પર, જુઓ તસવીરો

આનંદ એલ રાયે કહ્યું છે,'શુભ મંગલ સાવધાનની સફળતાએ અમને પ્રોત્સાહિત કર્યા છે કે આ ફિલ્મને અમે ફ્રેન્ચાઈઝી બનાવીએ, જે હળવા અંદાજમાં એવા મુદ્દા ઉઠાવે જેના પર લોકો વાત કરતાવથી અચકાય છે. શુભ મંગલ ઝ્યાદા સાવધાનમાં અમે એક સારી સ્ટોરી લાવીશું, જેમાં આયુષ્માન લીડ રોલમાં હશે. અમે આશા રાખીએ છીએ કે દર્શકોને આ પિલ્મ પહેલી ફિલ્મની જેમ જ પસંદ આવશે.'

Whatsapp-channel Whatsapp-channel

09 May, 2019 03:58 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK