કિટ્ટા ઑન ધ ફ્લોર

Published: 19th February, 2021 12:22 IST | Rashmin Shah | Rajkot

હા, રંજુ કી બેટિયાંના સેટ પર અયુબ ખાન ભાગ્યે જ કોઈ સાથે વાત કરે છે અને સિરિયલમાં તેની દીકરીઓ બનેલી ઍક્ટ્રેસ સાથે તો એક શબ્દ પણ બોલતો નથી

અયુબ ખાન
અયુબ ખાન

દંગલ ચૅનલના નવા શો ‘રંજુ કી બેટિયાં’ના લીડ ઍક્ટર અયુબ ખાનને જો તમે સેટ પર જુઓ તો ચોક્કસ હેબતાઈ જાઓ, કારણ કે અયુબ ખાન સેટ પર ભાગ્યે જ કોઈ સાથે વાત કરે છે અને એમાં પણ શોમાં તેની જે ત્રણ દીકરીઓ છે તેની સાથે તો એક શબ્દ પણ બોલતો નથી. આનું ખાસ કારણ છે. અયુબ ખાન કહે છે, ‘શોમાં મારું કૅરૅક્ટર એવું છે જેને દીકરીઓ સાથે નથી બનતું. જો હું નૉર્મલ થઈને બધા સાથે રહેતો હોઉં તો કોઈ હિસાબે મારા રુઆબની અસર કૅરૅક્ટરમાં આવે નહીં. એવું ન થવા દેવું હોય તો મારે ચોક્કસ અંતર જાળવવું પડે. એ જાળવવા માટે જ મેં નક્કી કર્યું છે કે હું કોઈ સાથે વાત નહીં કરું અને જરૂર પડશે તો માત્ર જરૂર પૂરતી વાત કરીશ.’

‘રંજુ કી બેટિયાં’માં દીકરીઓને પગભર કરવા અને તેમનાં સપનાં પૂરાં કરવા માટે તેની મા સહકાર આપે છે. આ સપોર્ટ આપવાની આખી જે જર્ની છે એ બાપ બનતા અયુબ ખાનને પસંદ નથી એટલે દીકરીઓથી તે એક ચોક્કસ અંતર રાખે છે. આ અંતર જેન્યુઇનલી દેખાતું રહે એ માટે અયુબ ખાન ફ્લોર પર પણ કોઈ સાથે વાત કરતો નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK