ત્રીસ દિવસનો ચમત્કાર

Published: 25th September, 2020 17:31 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

અય મેરે હમસફરના લખને એક મહિનામાં એ સ્તરે વર્કઆઉટ કર્યું કે દસ કિલો વજન ઊતર્યું અને એઇટ-પૅક બૉડી પણ બનાવી

અચર ભારદ્વાજ
અચર ભારદ્વાજ

દંગલ ચૅનલના સુપરહિટ શો ‘અય મેરે હમસફર’માં લખન કોઠારીનું કૅરૅક્ટર કરતો અચર ભારદ્વાજ લૉકડાઉનમાં ઘરે ગયો અને ઘરે જઈને તેણે લૉકડાઉનનો પૂરો ફાયદો ઉઠાવીને એવી બૉડી બનાવી કે તમે જોતા જ રહી જાઓ. અચરે ત્રીસ દિવસ ઘરે રહીને દસ કિલો વજન ઉતાર્યું, એટલું જ નહીં, તેણે એઇટ-પૅક બૉડી પણ ડિઝાઇન કરી. અચર કહે છે, ‘સિક્સ-પૅક બૉડી તો સાંભળી હોય છે, પણ મને એનાથી પણ આગળ જવું હતું એટલે મેં એઇટ-પૅક મુજબ વર્કઆઉટ કરવાનું શરૂ કર્યું. બહુ ટફ હતું આ વર્કઆઉટ, પણ મને ખૂબ મજા આવી.’

અચર ભારદ્વાજે ખાવાપીવાની બાબતમાં પણ ગજબનાક ફેરફાર કર્યા હતા. અચર કહે છે, ‘આપણે ખાવાપીવાની બાબતમાં બહુ ધ્યાન રાખવાની જરૂર છે. ભગવાને તો બધાને પર્ફેક્ટ બૉડી જ આપી છે, પણ આપણે ખોટી ફૂડ પૅટર્ન અને હૅબિટને કારણે બૉડી બગાડીએ છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK