ગુલ-મકાઈ મલાલા યુસુફજાઈ પરની અદ્ભુત બાયોપિક ૩૧મી જાન્યુઆરીએ

Updated: Jan 22, 2020, 13:14 IST | Mumbai Desk

પાકિસ્તાનની આ ૧૪ વર્ષની તરુણીએ ઇશાન (નોર્થ-ઇસ્ટ) પાકિસ્તાનમાં આવેલી સ્વાટ ખીણમાં કબજો જમાવી બેઠેલા તાલિબાનો સામે અવાજ ઉઠાવ્યો હતો અને છોકરીઓને શિક્ષણ મળે એ માટેની ઝુંબેશ હાથ ધરી હતી.

માત્ર ૧૭ વર્ષની ઉંમરે નોબેલ પારિતોષિક મેળવનારી પાકિસ્તાનની મલાલા યુસુફઝાઈના જીવન પર બનેલી ફિલ્મ ‘ગુલ-મકાઈ’ ૩૧મી જાન્યુઆરીએ ભારતભરમાં પેન મરુધર સિને એન્ટરટેનમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે.

ડો. જયંતિલાલ ગડા અને પેન ઇન્ડિયા લિમિટેડ આમ પણ કમર્શિયલ ફિલ્મોની સાથે જ અલગ જ પ્રકારની ફિલ્મોને પ્રોત્સાહન આપવામાં માને છે. મલાલા યુસુફઝાઈએ દુનિયાભરમાં નામના મેળવી છે. પાકિસ્તાનની આ ૧૪ વર્ષની તરુણીએ ઇશાન (નોર્થ-ઇસ્ટ) પાકિસ્તાનમાં આવેલી સ્વાટ ખીણમાં કબજો જમાવી બેઠેલા તાલિબાનો સામે અવાજ ઉઠાવ્યો હતો અને છોકરીઓને શિક્ષણ મળે એ માટેની ઝુંબેશ હાથ ધરી હતી.

‘ગુલ-મકાઈ’ એટલે મકાઈનું ફુલ. બીબીસીની ઉર્દૂ શાખા માટે મલાલા ‘ગુલ-મકાઈ’ નામ હેઠળ બ્લોગ લખતી હતી. એથી આ ફિલ્મનું નામ ‘ગુલ-મકાઈ’ રાખવામાં આવ્યું છે. આ મલાલા પરની બાયોપિક છે, જે હિન્દી, તમિળ, તેલુગુ, મલયાલમ અને કન્નડ એમ પાંચ ભાષામાં રજૂ થવાની છે.

દુનિયાભરમાં આ ફિલ્મ રજૂ થાય એ અગાઉ યુ.કે., અમેરિકા, હાર્વર્ડ, ચીન, ચેન્નઈ, દિલ્હી અને દુબઈમાં તેના ખાસ શો યોજાયા છે અને તેને લોકોએ ખૂબ જ ઉત્સાહથી આવકારી છે. ૨૦૧૯માં ‘એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ અને ‘બદલા’ જેવી સફળ ફિલ્મ આપનારા ડો. જયંતિલાલ ગડા (પેન ઇન્ડિયા લિ.)ની આ અલગ જ પ્રકારની ફિલ્મ છે. જેમાં મલાલાની ભૂમિકા રીમ શેખે ભજવી છે. ફિલ્મનાં નિર્માતા સંજય સિંગલા અને પ્રીતિ વિજય જાજુ છે અને ફિલ્મનાં દિગ્દર્શક એચ.ઈ. અમજદ ખાન છે, જેઓ પોતે ગુડવીલ એમ્બેસેડર છે.

સૌથી નાની ઉંમરે નોબેલ પારિતોષિક મેળવનારી અને તાલીબાન સામે બાથ ભીડનારી તરુણીની કથા

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK