ઉરી પર આધારિત સિરીઝ અવરોધ

Published: Jul 23, 2020, 22:31 IST | Nirali Dave | Ahmedabad

સોની લિવ પર ૩૧ જુલાઈએ રિલીઝ થનારી અવરોધ ઃ ધ સીજ વિધિનમાં અમિત સાધ આર્મી ઑફિસરના રોલમાં તો વડા પ્રધાનના રોલમાં વિક્રમ ગોખલે જોવા મળશે

અવરોધ
અવરોધ

સોની લિવના તાજેતરમાં રિલીઝ થયેલા શો ‘અનદેખી’, ‘યૉર ઓનર’ને સારો પ્રતિસાદ મળ્યો છે અને હવે ૩૧ જુલાઈએ આ પ્લૅટફૉર્મ પર ‘અવરોધ : ધ સીજ વિધિન’ નામની સિરીઝ રિલીઝ થવાની છે. રાજ આચાર્ય નિર્દેશિત આ સિરીઝ સપ્ટેમ્બર ૨૦૧૬માં થયેલા ઉરી અટૅક અને સર્જિકલ સ્ટ્રાઇક પર આધારિત છે જેમાં અમિત સાધ, દર્શન કુમાર, મધુરિમા તુલી, નીરજ કાબી, વિક્રમ ગોખલે સહિતના કલાકારો છે.
અમિત સાધ આ શોમાં એક આર્મી ઑફિસરના રોલમાં જોવા મળશે. ઍમેઝૉન પ્રાઇમની સિરીઝ ‘બ્રીધ’ માટે અમિત સાધનાં વખાણ થઈ રહ્યાં છે ત્યારે આર્મી ઑફિસરના રોલમાં અમિતને જોવાની મજા પડશે. અમિત સાધ ઉપરાંત અભિનેતા દર્શન કુમાર (મૅરી કૉમ) આ સિરીઝમાં મેજર રોનક ગૌતમના રોલમાં, મધુરિમા તુલી (બિગ બૉસ) સિનિયર રિપોર્ટરના રોલમાં, નીરજ કાબી (પાતાલ લોક) નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર તરીકે અને વિક્રમ ગોખલે (નટસમ્રાટ) વડા પ્રધાનના રોલમાં જોવા મળશે. આ કલાકારો ઉપરાંત અનંત મહાદેવન (વિશ્વરૂપમ) અને પવૈલ ગુલાટી (થપ્પડ) પણ મહત્ત્વનો રોલ કરવાના છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK