યે રિશ્તે હૈં પ્યાર કેમાં રિત્વિક અરોરાને બદલે જોવા મળશે અવિનાશ મિશ્રા

Published: 2nd August, 2020 20:12 IST | Mumbai Correspondent | Mumbai Desk

શોમાં તે કુણાલ રાજવંશના પાત્રમાં દેખાશે. આ રોલ વિશે અવિનાશે કહ્યું હતું કે ‘હું પૂરી રીતે આ રોલ માટે તૈયાર છું. હા, મારા માટે આ એક મોટી તકની સાથે જ એક મોટી જવાબદારી પણ છે.

અવિનાશ મિશ્રા હવે ‘યે રિશ્તે હૈં પ્યાર કે’માં રિત્વિક અરોરાને સ્થાને જોવા મળવાનો છે. આ રોલને અવિનાશ એક મોટી તક ગણે છે. શોમાં તે કુણાલ રાજવંશના પાત્રમાં દેખાશે. આ રોલ વિશે અવિનાશે કહ્યું હતું કે ‘હું પૂરી રીતે આ રોલ માટે તૈયાર છું. હા, મારા માટે આ એક મોટી તકની સાથે જ એક મોટી જવાબદારી પણ છે. રિત્વિકે આ પાત્ર ખૂબ સરસ રીતે ભજવ્યું છે અને હવે હું એ રોલ ભજવવાનો છું. લોકોનાં દિલોમાં સ્થાન જમાવવા માટે મને થોડો સમય લાગશે. જોકે હું સકારાત્મકતા સાથે તેમનાં દિલ જીતી લઈશ. આ પાત્ર માટે હું દાઢી રાખીશ. હું પહેલાંના ઍક્ટરની કૉપી નથી કરવા માગતો. હું લુકને વધુ મહત્ત્વ નથી આપતો, કારણ કે લુક માત્ર એ કૅરૅક્ટરને સપોર્ટ કરે છે. જોકે મારા માટે તો હું કેવી રીતે પર્ફોર્મ કરું છું એ જરૂરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK