પોતાને ૯ વર્ષની જોઈને અવિકાને કેવું લાગે છે?

Published: Sep 16, 2020, 21:10 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

બાલિકા વધૂનું રિપીટ ટેલિકાસ્ટ ઍક્ટ્રેસ અચૂક જુએ છે

અવિકા ગોર
અવિકા ગોર

કલર્સની શરૂઆત થઈ ત્યારે ‘બાલિકા વધૂ’થી પોતાની ઍક્ટિંગ-કરીઅર શરૂ કરનાર અવિકા ગોર આજે તો યંગ અને મૉડર્ન ઍક્ટ્રેસ બની ગઈ છે, પણ અત્યારે જ્યારે સિરિયલનું રિપીટ ટેલિકાસ્ટ શરૂ થયું છે ત્યારે અવિકા ગમે ત્યાંથી પણ સમય કાઢીને પોતાની ઍક્ટિંગ જુએ છે અને  પોતાને ૯ વર્ષની જોઈને શરમાય પણ છે. અવિકા કહે છે, ‘નાની હતી ત્યારે હું કેવી ચબી હતી એ રીતસર દેખાય છે. લચી પડેલા ગાલ જોઈને આજે મને શરમ આવે છે. એ સમયે ઍક્ટિંગ મારો શોખ હતો અને હવે મારું પ્રોફેશન બન્યું છે. એ સમયે મને નવાં-નવાં કપડાં પહેરવાનું ખૂબ ગમતું અને માત્ર નવાં કપડાં પહેરવા મળશે એવી લાલચમાં હું ફટાફટ સેટ પર પહોંચી જતી. નાનાં હતાં ત્યારે કેવી નાની-નાની ડિમાન્ડ પૂરી થતી અને આપણે ખુશ થઈ જતાં એ મને અત્યારે યાદ આવે છે. દરેક સીન સાથે મારી યાદો જોડાયેલી છે. કોઈ સીન કરતી વખતે મારે રડવાનું હતું અને હું સતત હસતી રહેતી ત્યારે ડિરેક્ટર મને રડાવવા માટે કેવું કરતા એ યાદ આવે છે, તો એ પણ યાદ આવે છે કે ઘણી વખત શૉટ રેડી હોય અને હું થાકીને સૂઈ ગઈ હોઉં, આખું યુનિટ મારી જાગવાની રાહ જોતું બેસી રહ્યું હોય.’

અવિકા ગોર આજે ૨૩ વર્ષની છે. ટૂંક સમયમાં તે બાલાજી ટેલિફિલ્મ્સની વેબ-સિરીઝમાં જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK