Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Avengers Endgame: જ્યારે બોલીવુડની ધૂન પર થિરક્યા એવેન્જર્સ

Avengers Endgame: જ્યારે બોલીવુડની ધૂન પર થિરક્યા એવેન્જર્સ

30 April, 2019 02:37 PM IST |

Avengers Endgame: જ્યારે બોલીવુડની ધૂન પર થિરક્યા એવેન્જર્સ

Avengers Endgame: જ્યારે બોલીવુડની ધૂન પર થિરક્યા એવેન્જર્સ


એવેન્જર્સ સિરીઝની છેલ્લી ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ રોજે રોજ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. ફિલ્મને લઈ જુદી જુદી ઘટનાઓના સમાચર પણ વિશ્વભરમાંથી આવી રહ્યા છે. પણ શું તમે એવેન્જર્સને ડાન્સ કરતા જોયા છે ? અને એ પણ બોલીવુડથી લઈ ભોજપુરી ગીતો પર ? નથી જોયા તો આ આર્ટિકલમાં જોઈ લો.

ઘટના એવી છે કે એવેન્જર્સ એન્ડ ગેમ રિલીઝ થવાની સાથે જ તેના મીમ્સથી લઈ મેસેજ અને વીડિયોઝ વાઈરલ થઈ રહ્યા છે. કેટલાક વાઈરલ થયેલા વીડિયોમાં થેનોસથી લઈ આયર્નમેન, થોર અને કેપ્ટન અમેરિકા સહિતના એવેન્જર્સ જુદા જુદા ગીતો પર કમર લચકાવી રહ્યા છે. 



જો થેનોસ ઈન્ડિયન સુપરહીરો હોત ને તો ઝિંગાટ પર તે પોતાની જાતને ડાન્સ કરતા તો ના જ રોકી શકત. અને જો થેનોસ ઝિંગાટ પર નાચે તો ? 


હવે ધારો કે થેનોસ ભારતીય હો તો તો ભોજપુરી ગીતો પર નાચવાનો પણ લહાવો લેતને. જાણીતા ભોજપુરી ગીત કમરિયા પર થેનોસ અને એવેન્જર્સ વચ્ચે ડાન્સ બેટલ જ થઈ ગઈ છે. જોઈ લો કમરિયા પર કેવું નાચે છે થેનોસ ?


હવે ધારો કે એવેન્જર્સ અને થેનોસ વચ્ચે ગોંગ્લેટ માટે અંતાક્ષરી રમાય તો ! આ તો વાત છે કે જો અંતાક્ષરીમાં જે જીતે એને ઈન્ફિનટી સ્ટોન્સ મળી જાય એવી કંઈક કોમ્પિટિશન હોય તો એવેન્જર્સ કયા ગીતો ગાય. ઈન્ટરનેટ પર આનો પણ જવાબ છે.

અને અંતાક્ષરી રમાય તો તો પછી આટલા ગીતો એમાં લેવા જ પડે. પછી એવેન્જર્સ હોય કે થેનોસ જો આ ગીતો અંતાક્ષરીમાં ના આવે તો અંતાક્ષરી અધૂરી ગણાય. એટલે સુપરહીરોઝે પણ આ વાત માની જ લીધી.

Whatsapp-channel Whatsapp-channel

30 April, 2019 02:37 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK