Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એવેંજર્સના સ્પોઈલર્સ લીક ન થાય એટલે હૉકઆઈ અને એંટમેનનો ખાસ પ્લાન

એવેંજર્સના સ્પોઈલર્સ લીક ન થાય એટલે હૉકઆઈ અને એંટમેનનો ખાસ પ્લાન

21 April, 2019 05:28 PM IST | મુંબઈ(એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ક)

એવેંજર્સના સ્પોઈલર્સ લીક ન થાય એટલે હૉકઆઈ અને એંટમેનનો ખાસ પ્લાન

એવેન્જર્સ એન્ડગેમ માટે થઈ જાઓ તૈયાર

એવેન્જર્સ એન્ડગેમ માટે થઈ જાઓ તૈયાર


એવેંજર્સ એંડગેમની રિલીઝને માત્ર થોડો જ સમય બાકી રહ્યો છે. એ પહેલા ફિલ્મના મેકર્સ અને સ્ટારકાસ્ટ નથી ઈચ્છતી કે ફિલ્મની કોઈ પણ ડિટેઈલ્સ સામે ન આવે. ખાસ કરીને ફિલ્મના એક્ટર્સ સાવધાની રાખી રહ્યા છે. હવે ફિલ્મમાં હૉકઆઈ અને એંટમેનનો કિરદાર નિભાવનારા એક્ટર જર્મી રેડનર અને પૉલ રૂડે ખાસ તરકીબ કાઢી છે.

હૉલીવુડ રિપોર્ટરની એક ખબર અનુસાર, બુધવારે જર્મી જિમી કિમેલ લાઈવમાં પહોંચ્યા હતા. આ શો દરમિયાન રેનરે કાંઈક કહેવાથી રોકી દીધા હતા. આ બાદ અભિનેતાએ કહ્યું આગામી એવેંજર્સને પ્રમોટ કરવાની ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે આ વિશે અમે વાત નથી કરી શકતા.

અભિનેતાએ કહ્યું કે, "પૉલ અને મેં આ ટૂર દરમિયાન નક્કી કર્યું કે અમે એક ફિલ્મ બનાવીએ છે, જેના માધ્યમથી અમે ફિલ્મ વિશે વાત કરીશું". આ શો માં જર્મી પૉલ રૂડની પોસ્ટર વાળું ટીશર્ટ પણ પહેર્યું હતું. ફિલ્મ 26 એપ્રિલ રિલીઝ થઈ રહી છે.

જાહેર થઈ હતી ટીવી સ્પૉટ
માર્વલે એવેંજર્સ એંડગેમનું નવું ટીવી સ્પૉટ જાહેર કર્યું હતું. 31 સેકંડના ટીઝર પ્રમાણે થેનોસ સામે છેલ્લા જંગ માટે સુપરહીરોઝે એક ખાસ પ્લાન બનાવ્યો છે. સ્ટીવ રૉજર્સ ઉર્ફ કેપ્ટન અમેરિકા બધાને કહે છે કે, તમામને પોતાની ટીમ ખબર છે, બધાને પોતાનું મિશન ખબર છે. કોઈ ભૂલ નહીં, કોઈ ફેરફાર નહીં.

ટ્રેલરમાં કેપ્ટન અમેરિકા કહે છે કે, એકબીજાનું ધ્યાન રાખવાનું છે. આ આપણા જીવનનો જંગ છે. ટ્રેલરમાં તમામ સુપરહીરોઝ એક ખાસ સૂટમાં નજર આવી રહ્યા છે. રીપોર્ટના પ્રમાણે આ ક્વાંટમ સૂટ છે. જેને પહેરીને એવેંજર્સ કવૉન્ટમ રીલ્મના માધ્યમથી સમયમાં પાછળ જશે.

આ પણ વાંચોઃ આયર્ન મેન અને કેપ્ટન અમેરિકા રીલની સાથે રિયલ લાઈફમાં પણ મિત્રો છે



થેનોસ સાથે લડવાનો આ પ્લાન
માર્વલે આ પહેલા ફિલ્મની એક મિનિટની ક્લિપ જાહેર કરી હતી. આ ક્લિપમાં તમામ સુપરહીરોઝ એક રૂમમાં છે. જે દરમિયાન બ્લેક વિડો કહે છે કે થેનોસે ફરી એકવાર ઈન્ફિનિટી સ્ટોનનો ઉપયોગ કર્યો છે. કેપ્ટન માર્વેલ તેમને કહે છે કે તેમની પાસેથી ઈન્ફિનિટી સ્ટોન પાછો લાવવાનો છે. તેના પર બ્રૂસ બેનર કહે છે તેઓ સંખ્યામાં બહુ ઓછા છે.


Whatsapp-channel Whatsapp-channel

21 April, 2019 05:28 PM IST | મુંબઈ(એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ક)

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK