એવેન્જર્સઃ એન્ડગેમે બજરંગી ભાઈજાનને પછાડી

Published: May 11, 2019, 08:31 IST | મુંબઈ

બે અઠવાડિયાંમાં ૩૩૮.૩૫ કરોડનો બિઝનેસ કર્યો ‘અવેન્જર્સ : એન્ડગેમ’એ

હૉલીવુડની ફિલ્મ ‘અવૅન્જર્સ : એન્ડગેમ’ બૉક્સ-ઑફિસ પર હજી પણ ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે. ૨૬ એપ્રિલે રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધીમાં ૩૩૮.૩૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મે પહેલા અઠવાડિયામાં ૨૬૦.૪૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ ફિલ્મે બીજા અઠવાડિયાના શુક્રવારે ૧૨.૫૦ કરોડ, શનિવારે ૧૮.૩૦ કરોડ, રવિવારે ૨૧.૭૫ કરોડ, સોમવારે ૮.૨૫ કરોડ, મંગળવારે ૬.૭૫ કરોડ, બુધવારે ૫.૫૦ કરોડ અને ગુરુવારે ૪.૯૦ કરોડની સાથે બીજા અઠવાડિયામાં ટોટલ ૭૭.૯૫ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. બે અઠવાડિયાના બિઝનેસ સાથે આ ફિલ્મે અત્યાર સુધીમાં ૩૩૮.૩૫ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ ગઈ કાલથી રિલીઝ થઈ છે અને એને કારણે આ ફિલ્મ પર એની અસર પડી શકે છે.

આ પણ વાંચોઃ Avengers Endgame Box Office Collection : 400 કરોડ કર્યા પાર

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK